Gujarat

ડો. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજે રેલી કાઢી

ગાંધીનગર: સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન એનએ કૌભાંડમાં એક તરફ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમ દ્વારા હાલમાં આાગમી તા.7મી જાન્યુ સુધી રિમાન્ડ પર રહેલા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલની સઘન પૂરછપરછ કરી રહી છે ત્યારે આજે પાટીદાર સમાજ દ્વારા ડૉ. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં રેલી કાઢી એવો આક્ષેપ કર્યો હતો કે સુરેન્દ્રનગર કલેક્ટરને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, હકીકતમાં બિન ગુજરાતી અધિકારીઓ જમીન કૌભાંડ કરે છે અને દોષારોપણ ગુજરાતી અધિકારી પર કરી દેવાય છે. ડૉ. રાજેન્દ્ર પટેલ માંડલના ટ્રેન્ટર ગામના વતની હોવાથી માંડલમાં આ પાટીદાર સમાજ દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી.

ઈડીની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, સુરેન્દ્રનગર કલેક્ટર 50 ટકા, 25 ટકા અધિક નિવાસી કલેક્ટર, 10 ટકા ચંન્દ્રસિંહ મોરી, 10 ટકા મામલતદાર મયૂર દવે, અને 5 ટકા મયૂરસિંહ ગોહિલ લાંચની રકમ મળતી હતી. 800 જેટલી ફાઈલો કલીયર કરવા સામે 10 કરોડ જેટલી રકમ ડૉ. રાજેન્દ્ર પટેલ લાંચમાં લીધી હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર જમીન એન કૌભાંડ અંદાજિત 1500 કરોડ સુધી પહોંચી ગયું છે.

એસીબીએ હવે કલેક્ટર સામે તપાસ કરવા સીટની રચના કરી.
એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અન્વયે ચંન્દ્રસિંહ મોરી, ડૉ રાજેન્દ્ર પટેલ ,મયૂર ગોહિલ (કલાર્ક), અને જયરાજસિંહ ઝાલા (પીએ ટુ કલેકટર) સામે ગુનો દાખલ કરી દીધો છે. બીજી તરફ ગુજરાત એસીબીએ હવે ડૉ. રાજેન્દ્ર પટેલ સામે તપાસ કરવા સીટની રચના કરી છે. જેમાં એસીબીના ડે. ડાયરેકટર બી. જે. પંડ્યા, મદદનીશ નિયામક આર. બી. દેસાઈ, ડી. એન. પટેલ પોઈ, એમ.ડી. પટેલ પોઈ, અને પોઈ પી.એ. દેકાવાડિયાનો સમાવેશ થાય છે.

ગાંધીનગરમાં બેઠેલા દૂધના ધોયેલા નથી: વરૂણ પટેલ માંડલ ખાતે પાટીદાર સમાજની રેલી યોજાઈ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પાટીદાર સમાજના લોકો ઉલટી પડ્યા હતા અને આજે દીકરી માટે નહીં દીકરા માટે નીકળ્યા છીએ દીકરો સમાન અને અભિમાન છે, જેને બચાવવો પડશેના સૂત્રો સાથે માંડલના રામપુરા ત્રણ રસ્તાથી મામલતદાર ઓફિસ સુધી રેલી યોજાઇ હતી. પાટીદાર સમાજની સભામાં વરૂણ પટેલે કહ્યું હતું કે ગાંધીનગરમાં બેઠેલા દૂધના ધોયેલા નથી. હવે આ તમામના કપડા ઉતારીશ. દીકરીઓ ભાગી જાય છે, માટે લડત આપીએ છીએ. દીકરીની સાથે હવે દીકરાને બચાવવાની પણ મુહીમ શરૂ કરીએ છીએ. મહિલા આગેવાન ગીતાબેન પટેલે કહ્યું હતું કે પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી બે ભાઈ છે. પુરુષોત્તમ સોલંકી સરકારને ચેલેન્જ આપી કે, હું મારા વિસ્તારમાં પહોંચું તે પહેલાં અધિકારીની બદલી થઈ જવી જોઈએ, આપણે આ ઘટનાથી શીખ લેવી જોઈએ.

સરકારની મુશ્કેલી વધી
રાજ્યમાં એક તરફ કોળી સમાજ ના આગેવાનો પોતાના સમાજના યુવક ઉપર થયેલા અન્યાય સામે મોરચો માંડીને બેઠા છે તો બીજી તરફ હવે પાટીદાર સમાજ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં સંડોવાયેલા રાજેન્દ્ર પટેલ ના સમર્થનમાં ઉતરી પડ્યા છે. આ ઘટનાથી સરકારની મુશ્કેલીઓ વધી છે.

Most Popular

To Top