કપડવંજ તા.15
કપડવંજ તાલુકા ઝોનના કાર્યકર્તાઓ, વહેપારી મિત્રો, ખેડૂત મિત્રો તથા સહકારી આગેવાનોનું સહકારીતા સંમેલન તથા ખેડૂત શિબિરનું આયોજન કપડવંજ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., નડીઆદના ચેરમેન તથા ગુજરાત પ્રદેશ સહકારી સેલના સદસ્ય તેજસ પટેલ દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ સંમેલનમાં યુવાનોને મધમાખી ઉછેર કેન્દ્ર થકી આવક વધારવા અપીલ કરવામાં આવી હતી.
કપડવંજ ખાતે તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ જેવીકે મધમાખી ઉછેર કેન્દ્રો, સોલાર રુફટોપ યોજના, પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ઘર-ઘર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જેવી અનેક યોજનાઓમાં સરકાર દ્વારા મોટા પાયે સબસીડી તથા સરકારની વ્યાજ વળતરની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. આવી અનેક યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળે સાથો સાથ બેંકની આત્મનિર્ભર સ્વરોજગાર યોજના થકી બેંકના કાર્યક્ષેત્ર આ 1200 ગામના યુવાનો આર્થિક રીતે પગભર બની આર્થિક ઉપાર્જન કરી આત્મનિર્ભર ભારતના સૂત્રને ચરિતાર્થ કરે તેવા વિષયો ઉપર પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, હવે બેંકના કાર્યક્ષેત્રની તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા સહકારી બેંકમાં જ પોતાના ખાતા ખોલાવી જિલ્લા સહકારી બેંક સાથે જોડાય તેમજ સહકારી સંસ્થાઓ/મંડળીઓને બેંકસાથી બનાવી પશુપાલકોના ખાતા ખોલવા, Rupay kcc કાર્ડ વિતરણ, માઇક્રો એટીએમ વિતરણ, લોન અરજી કરવી,અટલ પેન્શન યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના,પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના,નાણાં ઉપાડવા,નાણાં જમા કરવા,લોન અપાવવી જેવી વિવિધ બેન્કિંગ કામગીરીનો લાભ મંડળીઓ દ્વારા ગામમાં જ કરવામાં આવી રહી છે.
આ સહકારી સંમેલનમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, અમૂલ ચેરમેન વિપુલભાઈ પટેલ, સહકારીતા સેલના કન્વીનર જયેશભાઈ પટેલ, કપડવંજ એપીએમસી ચેરમેન દશરથભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ, મધુબેન સોલંકી, રાજેશભાઇ પટેલ, અમિતભાઈ ડાભી, ગણપતસિંહ રાઠોડ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ,વહેપારી મિત્રો,ખેડૂત મિત્રો તથા કપડવંજ તથા આજુબાજુના ગામના સહકારી સંસ્થાના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચરોતરના યુવાનો મધમાખી ઉછેર કરી આવક બમણી કરી શકે છે
By
Posted on