Charchapatra

ગત સમય આવે નહિ ગયા ન આવે પ્રાણ

તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો લાવ્યો ચોખાનો દાણો. વ્હાલસોયા બચ્ચા માટે મજબૂત માળો તો ખરો જ, પરંતુ આવીને બચ્ચાઓનાં જે ખોરાક પ્રેમથી ખવડાવે તે દ્રશ્ય યાદ આવે છે. નિર્વ્યાજ પ્રેમ, તમન્ના અને કાળજી.

આપણે પશુપંખી કરતાં પણ ગયા. તાજું જન્મેલું બાળક રૂદન કરતું કચરાપેટી કે અવાવરા સ્થળેથી મળી આવે. કેવી કેટલી હદની ક્રૂરતા માનવોમાં ભરાઇ બેઠી! ભારતીય સંસ્કૃતિ જ અલગ. આવી ઘટના લાંછનરૂપ, સહનશકિતરૂપી આભૂષણનો છેદ.એક ચર્ચાપત્રીએ દીકરી વ્હાલનો દરિયો તો દીકરો?

આત્મા અને સમાજને હચમચાવી મૂકે એવો પ્રશ્ન ચર્ચાપત્રમાં પ્રસ્તુત કર્યો? સમાજ, સંસાર,કુટુંબ બધું આવી પડેલ સંજોગોને આધારે વળાંક લે. આવી વખતે થોડાને પુત્ર તો બીજાને પુત્રી દેવતા અવતાર રૂપ લાગે. કોઇને વખાણવાના કે કોઇને વખોડવાનો ઇરાદો હોતો નથી. સ્વને થયેલ અનુભવ ઝોંક માટે જવાબદાર. માનસિક, શારીરિક સ્વભાવપ્રકૃતિ સ્ત્રી પુરુષની જન્મજાત અલગ હોય છે.

આ હકીકત પણ એટલી જ સ્પષ્ટ અને આપણા અંતરાત્માને પૂછવા જેવો પ્રશ્ન સુધ્ધાં અયોગ્ય નથી. કોણ કોને કેવી રીતે ઉછેરે છે. સાચવે છે એ મહત્ત્વની વાત. સંસ્કાર એમાં ગળપણ અને કડવાશ બંને ભાગ ભજવે. નદીનું વહી ગયેલું જળ માણસનું યૌવન, સરી ગયેલ સમય કદી પાછા ફરી મળતા નથી, પ્રાણ સુધ્ધાં. વર્તમાન જ તારણહાર.

સુરત     – કુમુદભાઇ બક્ષી   લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top