સિંગવડ: સિંગવડ તાલુકામાં એક મહિના જેવું થવા આવ્યો ત્યારથી અમુક બસોના રૂટો બંધ કરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જ્યારે કોરોના વાયરસ વધારે પ્રમાણમાં થઈ ગયો હતો તેને ધ્યાનમાં રાખીને ગોધરા ડેપોની અને દાહોદ ડેપો ની ચાલતી બસો બંધ કરી દેવામાં આવી હતી તેના લીધે દાહોદ તથા ગોધરા આવતા જતા મુસાફરોને તકલીફ ઉઠાવી પડતી હોય છે.
પરંતુ હવે કોરોનાની મહામારી ઓછી થઈ ગઈ હોવાથી અને ધીરે ધીરે બધી જગ્યા ની બસો ચાલુ કરી દેવામાં આવી હોવાથી જો ગોધરા ડેપોમાંથી સવારે બપોરે સાંજે જે બસ આવતી હતી પાછી ચાલુ કરી દેવામાં આવે તો ગોધરા તરફથી આપવા જતા મુસાફરોને આ બસોની સુવિધા મળી રહે તેમ છે અને તેમને ખાનગી વાહનો આશરો લેવો વારો નહીં આવે જ્યારે દાહોદ ડેપોમાંથી સવારે 10 વાગ્યે સિંગવડ આવતી હતી તે અને એક વાગ્યે સીંગવડ થી દાહોદ જતી હતી તે બસો પણ ચાલુ કરવામાં આવે તો દાહોદ જિલ્લાના કામ માટે જવું પડતું હોય તો તેમને એ બસ નો નો લાભ મળી રહે તેમ છે. જ્યારે સંજેલી ગાંધીનગર જે બસ પણ ચાલુ કરવામાં આવે તો મજૂરીએ જતા મુસાફરોને આ બસ નો લાભ મળી રહે તેમ છે.