Gujarat Main

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સના જીવ અદ્ધર થયા, બે વાર ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થયું

અમદાવાદઃ એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની યાદો હજુ માનસપટ પરથી ભૂંસાઈ નથી ત્યાં આજે તા. 13 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર પેસેન્જર્સના જીવ અદ્ધર થઈ જાય તેવી ઘટના બની હતી. અહીં મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટનું લેન્ડિંગ બે વાર ફેઈલ થયું હતું જેના લીધે ફ્લાઈટમાં બેઠેલાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખરે ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવતા મુસાફરોએ રાહત અનુભવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈથી અમદાવાદ આવતી અક્સા એરની ફ્લાઈટ નં. QP 1781 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવાના પ્રયાસ બે વાર નિષ્ફળ રહ્યાં હતા. આ ફ્લાઈટ બે વાર નીચે ગયા બાદ ઉપર આવી હતી, જેના લીધે અંદર બેઠેલાં પેસેન્જર્સને પરસેવો વળી ગયો હતો.

આ ફ્લાઈટ આજે તા. 13 જાન્યુઆરીના રોજ સવારે 8.40 વાગ્યે મુંબઈથી ટેક્ઓફ થઈ હતી. તે અમદાવાદ એરપોર્ટ પર 10 વાગ્યે લેન્ડ થનાર હતી, પરંતુ ત્યારે કોઈ ટેક્નિકલ સમસ્યા ઉભી થતાં ફ્લાઈટ લેન્ડ થઈ શકી નહોતી.

મુસાફરો પાસેથી મળેલી વિગત અનુસાર ફ્લાઈટ 10 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી પરંતુ બે વખત લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. નીચે ગયા બાદ ફરી ફ્લાઈટ ઉપર આવી હતી. તેથી પેસેન્જરો ગભરાયા હતા. ચિંતામાં મુકાયા હતા. આખરે પાયલોટે ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરાવી હતી.

Most Popular

To Top