નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હી-દોહા ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે, મેડિકલ ઈમરજન્સીના કારણે દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મેડિકલ ઈમરજન્સી બાદ ફ્લાઈટ નંબર 6E-1736ને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યવશ પેસેન્જરને બચાવી શકાયા નથી. એરપોર્ટની મેડિકલ ટીમે પેસેન્જરને મૃત જાહેર કર્યો હતો. એરલાઈને કહ્યું કે અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને અમારી પ્રાર્થના મૃત મુસાફરના પરિવાર અને પ્રિયજનો સાથે છે. હાલમાં, અમે સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ.
અગાઉ અમેરિકાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું સ્વીડનના સ્ટોકહોમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટમાં 300 મુસાફરો હતા. આ ફ્લાઈટે અમેરિકાના નેવાર્કથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેનું સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટના એન્જિન-2માં ઓઈલ ઝડપથી ઘટી રહ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બીજા એન્જિનમાંથી ઓઈલ લીક થઈ રહ્યું હતું. એન્જિન ઓઈલ ઘટીને 8 ક્યુટીએસ થઈ ગયું હતું, ત્યારબાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ફ્લાઈટ્સના ઈમરજન્સી લેન્ડિંગના કેસ ઝડપથી વધી રહ્યા છે.
અમેરિકન ફ્લાઈટમાં યુવકે બાજુમાં બેઠેલા મુસાફર પર કર્યો પેશાબ, કહ્યું- ભૂલથી થયું..
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિમાનમાં (Flight) યાત્રી દ્વારા ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. એર ઈન્ડિયાના (Air India) યુરિન (Urine) કૌભાંડે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચાઓ કરી હતી. તાજેતરનો મામલો ન્યુયોર્કથી (New Yurok) દિલ્હી (Delhi) આવી રહેલા પેસેન્જર પ્લેનનો છે જ્યાં એક મુસાફરે નજીકમાં બેઠેલા વ્યક્તિ પર પેશાબ કર્યો હતો. આ નશામાં ધૂત પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સંબંધમાં દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને આ સંબંધમાં ફરિયાદ મળી છે, જેના પછી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
વિમાન અમેરિકાથી દિલ્હી આવી રહ્યું હતું
ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ AA292માં સહ-યાત્રી પર પેશાબ કરનાર નશામાં ધૂત પેસેન્જરની ઓળખ 26 વર્ષીય આર્ય વોહરા તરીકે થઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ તરત જ આરોપી આર્ય વોહરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે સૂતો હતો અને તેને કંઈ યાદ નથી.