હાલોલ, તા.૨૭
પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. પંચમહોત્સવના બીજા દિવસે,લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પંચમહોત્સવના બીજા દિવસે લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી.રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું.. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું.
