ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)માં વરસાદ(Rain)નાં કારણે બદ્રીનાથ હાઈવે(Badrinath Highway) પર નારકોટા(Narcota) પાસે નિર્માણાધીન પુલ(Bridge) ધરાશાયી(collapse) થઇ ગયો હતો. પૂલનો એક ભાગ તૂટી પડતાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી 6 લોકોને બહાર કાઢ્યા છે, પરંતુ કાટમાળ નીચે 4 થી 5 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. એસડીઆરએફ(NDRF) અને પોલીસ (Police)ની ટીમે બચાવ કાર્ય શરુ કર્યું છે. નારકોટામાં જે જગ્યાએ આ દુર્ઘટના થઈ છે, તે રુદ્રપ્રયાગથી 6 કિલોમીટર દૂર છે. આ જગ્યા ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર છે.
આ રીતે થયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, ઋષિકેશ બદ્રીનાથ હાઇવે 56 પર નારકોટા નજીક બાયપાસ બ્રિજ પર સવારે 9 વાગ્યે શટરિંગ પલટી ગયું હતું. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ઘણા લોકો શટરની નીચે દટાઈ ગયા હતા. 6 ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાજ્યારે હજુ ઘણા લોકો ફસાયેલા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉત્તરાખંડમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે આ અકસ્માત થયો હતો. અહીંની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉત્તરાખંડમાં 8 સ્ટેટ હાઈવે સહિત કુલ 88 રસ્તાઓ બંધ છે. વરસાદના કારણે આ રસ્તાઓ ખુલી શક્યા નથી અને બ્લોક થઈ ગયા છે. આ અગાઉ પણ 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના રામનગરમાં એક અકસ્માત થયો હતો. જેમાં એક કાર નદીમાં પડી ગઈ હતી. જેમાં 10 લોકો વહી ગયા હતા. જેમાંથી 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
સતત વરસાદને કારણે પહાડો ધસી રહ્યા છે
પહાડોમાં ભારે વરસાદને કારણે દરેક જગ્યાએ અકસ્માતો થઈ રહ્યા છે. ક્યાંક ભૂસ્ખલન છે તો ક્યાંક લોકો પૂરમાં વહી રહ્યા છે. બુધવારે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થયો હતો અને ભૂસ્ખલનના કાટમાળને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. હવામાન વિભાગે બુધવારે રાજ્યના 13માંથી 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.