World

Paris: ફ્રાન્સના સૌથી મોટા એરપોર્ટ પર લોકોએ નમાઝ અદા કરતા સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો

પેરિસ: ફ્રાન્સની (France) રાજધાની પેરિસના (Paris) ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ (Airport) પર મુસ્લિમ સમૂહની નમાઝ (Namaz) અદા કરી રહેલા એક ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા બાદ આ મામલાએ જોર પકડ્યું છે. આ મામલે વધી રહેલા વિવાદને જોઈને એરપોર્ટનું સંચાલન કરતી સંસ્થા ADPના CEO ઓગસ્ટિન ડી રોમાનેટે આ ઘટનાની નિંદા કરતું નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં રોમાનેટે ઘટનાને ‘ખેદજનક’ ગણાવી હતી.

તેમજ ફ્રાન્સના પરિવહનમંત્રી ક્લેમેન્ટ બ્યુને સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું છે કે એરપોર્ટ સત્તાવાળાઓએ આવી પરિસ્થિતિઓને સંભાળવાનું વચન આપ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં, ડઝનેક મુસ્લિમ મુસાફરો જોર્ડન જતી ફ્લાઈટમાં ચઢતા પહેલા ડિપાર્ચર હોલમાં નમાઝ અદા કરતા જોઈ શકાય છે. પેરિસ એરપોર્ટ પર નમાઝ અદા કરવાની ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ફ્રાન્સમાં તણાવ ચરમ પર છે.

ફ્રાન્સના સૌથી મોટા એરપોર્ટ પેરિસના ચાર્લ્સ ડી ગૌલેના ટર્મિનલ 2B પર લગભગ 30 મુસ્લિમ મુસાફરોના સમૂહે લગભગ 10 મિનિટ સુધી નમાઝ અદા કરી હતી. ફ્રાન્સમાં મોટી સંખ્યામાં મુસ્લિમો અને યહૂદીઓ રહે છે. આ કારણે ફ્રાન્સની સરકાર આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. ફોટો વાયરલ થયા પછી, પરિવહનમંત્રી ક્લેમેન્ટ બ્યુને ટ્વિટ કર્યું કે એરપોર્ટ સત્તાવાળાઓ નિર્ધારિત નિયમોનો અમલ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આવી પરિસ્થિતિઓને સંભાળવાનું વચન આપ્યું છે.’ જો કે યુરોપિયન દેશ ફ્રાન્સ ધર્મનિરપેક્ષ દેશ છે. પરંતુ એરપોર્ટ, શાળાઓ અને જાહેર સ્થળો પર ધાર્મિક આસ્થા દર્શાવવા પર પ્રતિબંધ છે. તમામ ધર્મના લોકો ખાનગી રીતે પ્રાર્થના કરી શકે તે માટે ખાસ નિયુક્ત વિસ્તારો આપવામાં આવ્યા છે.

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ જેક શિરાકના કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા નોએલ લેનોઈરે પણ સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે, લેનોઇરે વ્યંગાત્મક રીતે એરપોર્ટને પ્રાર્થના સ્થળમાં રૂપાંતરિત કરવા પર પ્રશ્નો ઉઠાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. એરપોર્ટનું સંચાલન કરતી સંસ્થા એરોપોર્ટ્સ ડી પેરિસ (એડીપી)ના સીઈઓ ઓગસ્ટિન ડી રોમાનેટે એક નિવેદન જારી કરીને આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. એરપોર્ટ પર નમાજ માટે નિર્ધારિત વિસ્તાર પર ભાર મૂકતા તેમણે કહ્યું કે બોર્ડર પોલીસને આવી ગતિવિધિઓ રોકવા અને તકેદારી વધારવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top