World

એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હોબાળો મચી ગયો, પોલીસ એલર્ટ

પેરિસ: પેરિસથી (Paris) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસનો આકર્ષણનું કેન્દ્ર એવું એફિલ ટાવરને (Eiffel tower) બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી (Threat) આપવામાં આવી છે. આ પછી પોલીસ (Police) દ્વારા આખો એફિલ ટાવર ખાલી કરાવવામાં આવ્યો છે. પેરિસ પોલીસે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા પર્યટન સ્થળો પૈકીના એક પેરિસના એફિલ ટાવરમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે.

પોલીસે કહ્યું કે ધમકી મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે એફિલ ટાવરને ખાલી કરાવવામાં આવ્યો છે. આ સાથે તે શનિવારે જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ્રલ પેરિસમાં સ્થિત એફિલ ટાવરના ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા છે. આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પોલીસની અનેક ટીમો પણ સ્થળ પર તૈનાત છે. એફિલ ટાવરની આસપાસ પણ બોમ્બ શોધવામાં આવી રહ્યા છે.

પોલીસે ઐતિહાસિક સ્મારકની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. તેમજ પ્રવાસીઓને ટાવરથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે 1:30 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ તરત જ પ્રવાસીઓને ત્રણેય માળ અને સ્મારકની નીચે આવેલા પ્લાઝામાંથી સાફ કરવામાં આવ્યા હતા. એફિલ ટાવરનું સંચાલન કરતી સંસ્થા SETEએ જણાવ્યું હતું કે બોમ્બ નિકાલ નિષ્ણાતો તેમજ પોલીસ એક માળ પર સ્થિત રેસ્ટોરન્ટ સહિત વિસ્તારની શોધ કરી રહી છે. SETEના પ્રવક્તાએ કહ્યું: આ એક સામાન્ય પ્રક્રિયા છે.

એફિલ ટાવરની સુરક્ષાની વાત કરીએ તો ટાવરના દક્ષિણ પિલર પર પોલીસ સ્ટેશન છે. જ્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. પ્રવાસીઓએ સંકુલમાં પ્રવેશતા પહેલા કડક સુરક્ષા દેખરેખમાંથી પસાર થવું પડે છે. તપાસ દરમિયાન પોલીસ પ્રવાસીઓએ વીડિયો સર્વેલન્સમાંથી પસાર થવું પડે છે. જણાવી દઈએ કે એફિલ ટાવર પર નિર્માણ કાર્ય જાન્યુઆરી 1887 માં શરૂ થયું હતું અને 31 માર્ચ 1889 ના રોજ સમાપ્ત થયું હતું. 1889ના વિશ્વ મેળા દરમિયાન 20 લાખ પ્રવાસીઓએ એફિલ ટાવર જોયો હતો.

Most Popular

To Top