પારડી (Pardi) : પારડી હાઇવે (High way) પર આવેલી ફાઉન્ટેન હોટલના પરિસરમાં ગઇકાલે રાત્રે મહિલા (Women) સાથે પ્રેમસંબધને (Love) લઇ બે મુસ્લિમ (Muslim) જૂથ વચ્ચે ધિંગાણું (Fight) થયું હતું. બન્ને જૂથ વચ્ચે સમાધાનની વાતને લઇ સામસામે થયેલી મારામારીમાં ચાર શખ્સોને ઇજા થતા પારડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે (Police) સામસામે ફરિયાદ (Complaint) દાખલ કરી હતી. સમગ્ર ઘટના સીસી ટીવીમાં (CCTV) કેદ થઇ હતી.
- પારડી હાઈવે પર આવેલી ફાઉન્ટન હોટલમાં બબાલ
- વલસાડ અને પારડીના યુવાનો સમાધાન માટે ભેગા થયા હતા
- બંને પક્ષે વાત વણસતા લાકડા અને સળિયાથી સપાટા બોલાવ્યા
- ધીંગાણામાં ચારને ઇજા, બંને જૂથે જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ
- પારડી પોલીસ મથકે સામસામી ફરિયાદ દાખલ
પારડી હાઇવે પર આવેલી ફાઉન્ટેન હોટલના પરિસરમાં ગઇકાલે રાત્રે મહિલા સાથે પ્રેમસંબધને લઇ વલસાડ અને પારડી બંને મુસ્લિમ જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. બંને પક્ષ સમાધાન માટે ભેગા થયા હતા પણ વાત વણસતા લાકડા અને સળિયાથી સપાટા બોલાવ્યા હતા. બીજા જૂથે પંચ વડે મારામારી કરી હતી. બંને પક્ષો વિરુદ્ધ પારડી પોલીસ મથકે સામ સામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વલસાડ મોતીવાડી અબ્રામા રોડ ખાતે રહેતો મોહમદ જેદ અયુબ શેખ અને સામા પક્ષના ફરિયાદી શાહેઆલમ સમીખાન પઠાણ (રહે પારડી) અને મારામારીમાં પારડી ભેંસલાપાડમાં રહેતો વિકાસ ભૈયા, ફેઝાન ઉર્ફ નાગેન પઠાણ સાથે આવેલા અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ પીએસઆઇ જે. એન. સોલંકીએ હાથ ધરી છે.
વલસાડમાં વોટસએપ ઉપર વરલી મટકાનો જુગાર રમતા એક પકડાયો
વલસાડ : વલસાડના અબ્રામામાં વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમતા એકની ધરપકડ કરીને તેની પાસેથી રૂ.10,460 કબજે લીધા હતા. વલસાડ પોલીસની ટીમ અબ્રામાંમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે અબ્રામા પોલીસ હેડ કવાર્ટર રોડ સાંઈબાબા મંદિર પાસે એક યુવાન મોબાઈલ વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં મોબાઈલ વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતા વલસાડ મોગરાવાડી ઈસ્ટ રેલવે યાર્ડમાં રહેતો સરફરાઝ ઉર્ફે ડબ્બો અશરફ ખાન પઠાણ ઝડપાઇ ગયો હતો. પોલીસે તેમની પાસેથી જુગારના રૂ. 10,460 રોકડા કબજે કર્યા છે. પોલીસે મોબાઇલ ચેક કરતા મોબાઈલમાંથી ૮ લોકો વરલી મટકાનો જુગાર વોટ્સએપ ઉપર રમતા હોય અને પોલીસે આઠ જણાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.