પારડી : પારડીના (Pardi)ખડકી ને.હા.ન. 48 પર કારમાં મહારાષ્ટ્ર (Maharastra) તલાસરીથી સુરત (Surat) તરફ લઈ જવાતા દારૂની (Alcohol) હેરાફેરી કરતા એક બુટલેગરને પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસને મળેલી બાતમીના આધારે ખડકી હાઈવે પર એપીકલ હોટલ સામે કાર નં. જી.જે. 05 સી.એન. 7000 ને રોકી તપાસ કરતા દારૂની બોટલ નંગ 264 જેની કિં.રૂ. 30 હજાર, કારની કિં.રૂ. 3 લાખ સહિત અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂ. 3.40 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી કિશોર નટુભાઈ રાઠોડ (રહે ઉધના સુરત)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો ભરાવનાર ચેતન ગણેશ રાઠોડ (રહે બોરડી મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કર્યો છે. બંને આરોપી સામે પ્રોહિબિશન ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં જુગાર રમતા ત્રણ ડ્રાઈવર સહિત ચાર શખ્સ ઝડપાયા
વાપી : વાપી જીઆઇડીસી ફોર્ટી શેડ એરિયામાં ગજાનંદ પેપર મીલની સામે જાહેર રસ્તા પર તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને વાપી જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચાર શખ્સો પાસેથી પોલીસે દાવ ઉપરના ૪૦૦ રૂપિયા સહિત કુલ રૂ.૪,૭૧૦ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બાતમીને આધારે જીઆઈડીસી પોલીસે તપાસ કરતા રસ્તા પર ચાર શખ્સો મુંબઈ મહારાષ્ટ્રના જેમાં નવાબ અલીમુખિમ ચૌધરી, હંસરાજ લાતા કેવટ, શકીલ અહેમદ અબ્દુલ ગની ખાન તથા રિયાઝ ઇકબાલ મોહમદ કુરેશીને પોલીસે જુગારની ધારા હેઠળ અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ચાર શખ્સમાં ત્રણ ડ્રાઈવર હોવાનું જાણવા મળે છે.
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા સરપંચ, ઉપસરપંચ સહિત પાંચ જણાં રિમાન્ડ પર
વલસાડ : વલસાડના કાંજણહરી ગામે પોલીસે દારૂની પાર્ટી પર દરોડો પાડી 41 ને પકડી પાડ્યા હતા. આ કેસના આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરતાં 41 પૈકી 34 ને નવસારીમાં મોકલી આપ્યા હતા. જ્યારે સરપંચ અને ઉપસરપંચ મળી કુલ પાંચના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વલસાડના કાંજણ હરી ગામે નાનકડાના સરપંચ વિનોદ પટેલે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. દારૂની આ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડી 41 લોકોને પકડી પાડ્યા હતા. આ કેસમાં દારૂની પાર્ટી યોજવામાં સક્રિય ભૂમિકા ભજવનાર નાનકવડાનો સરપંચ વિનોદ પટેલ અને ઉપસરપંચ ધર્મેશ પટેલ તેમજ જેના ઘરે પાર્ટી થઈ હતી અને દેશી દારૂના સાધનો મળ્યા હોય એવા ઠાકોર પટેલ અને તેમના બે પુત્રો ચિરાગ અને શ્વેતાંગની વધુ પૂછતાછ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરતા આ પાંચેયના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. બીજી તરફ 35 પૈકી 34 ને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જ્યારે એક સગીરના જામીન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ હવે દારૂની પાર્ટીના આ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો. દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળતાં ગોળ અને નવસાર ક્યાંથી આવ્યો તેની તપાસ હાથ ધરશે. ત્યારે આ કેસમાં બીજા 2 થી 3 આરોપી ની ધરપકડ થાય એવું લાગી રહ્યું છે.