પારડી: (Pardi) પારડી તાલુકાના ખડકી ગામે એક કંપનીના રૂમમાં રહી કોન્ટ્રાક્ટ (Contract) પર કામ કરતા કાસેમ અલી જહેરઅલી રોઝનઅલી ઉવ.23, મૂળ રહે આસામ રહેવાસીએ જીવન (Life) ટૂંકાવી લીધું હતું. ખડકીની જ્યોતિ પ્લાસ્ટિક કંપનીમાં (Plastic Company) નોકરી અર્થે લેબર કોન્ટ્રાક્ટર વિજયભાઈના કોન્ટ્રાક્ટમાં કામ કરવા આસામથી બે ભાઈ હુસેનઅલી અને કાસેમઅલી આવ્યા હતા. કાસેમઅલી 3 માસ અગાઉ લગ્ન (Marriage) માટે પોતાના વતન આસામ ગયો હતો. જે 5 દિવસ પહેલા લગ્ન કરીને પરત પારડી આવ્યો હતો.
- પરિવારે અન્ય યુવતી સાથે લગ્ન કરાવી દેતા યુવાનનો આપઘાત
- ખડકીની કંપનીમાં કામ કરતા આસામી યુવાનને પરિવારે બીજી યુવતી સાથે લગ્ન કરાવતાં જીવન ટૂંકાવી દીધું
- 5 દિવસ પહેલા લગ્ન કરીને પરત પારડી આવ્યો હતો
ગતરોજ બંને ભાઈ અને મિત્રો નોકરીએ ગયા હતા. ત્યારે કાસેમ અલી જમવા માટે રૂમ પર ગયા બાદ પરત નહીં ફરતા તપાસ કરી હતી. તેના રૂમમાં જોતા કાસેમ અલીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ પારડી પોલીસને કરતા સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને ઓરવાડ સીએચસી ખાતે પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે મૃતકના ભાઈ હુસેન અલીની ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન કાસેમ અલી જે યુવતી સાથે લગ્ન કરવાનો હતો. જેના બદલે પરિવારે અન્ય બીજી યુવતી સાથે લગ્ન કરાવતા આ પગલું ભર્યું હોવાનું તેના સબંધીએ જણાવ્યું હતું. કેસની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ડાંગની અસ્થિર મગજની મહિલા બી.એસ.એન.એલ ટાવર પર ચઢી ગઇ
સાપુતારા : આહવાનાં પીપલઘોડી ગામે આવેલા બી.એસ.એન.એલ ટાવર પર અસ્થિર મગજની મહિલા ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એનુબેન મગનભાઈ પવાર (ઉ.60.મૂળ રહે. ઘોડી તા.વઘઇ તથા હાલ રહે. સેન્દ્રીઆંબા તા.આહવા) અસ્થિર મગજની છે. જે અસ્થિર મગજની મહિલા આહવા તાલુકાનાં પીપલઘોડી ગામે આવેલા બી.એસ.એન.એલ ટાવર પર ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મહિલાને બીએસએનએલ ટાવરનાં કર્મીઓએ ઉતારવાનો પ્રયત્ન કરતા તે ઉતરી ન હતી. જેથી કર્મચારીઓએ ડાંગ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા આહવા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ.એ.એચ.પટેલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અહીં આહવા પોલીસની ટીમે આ અસ્થિર મગજની મહિલાને ટાવર પરથી રેસ્ક્યુ કરી હેમખેમ ઉતારી તેણીનો જીવ ઉગારી પરિવારજનોને સોંપી સરાહનીય કામગીરી કરી હતી.