પારડી: (Pardi) વલસાડ તાલુકાના હરિયા ગામમાં રહેતા 47 વર્ષીય કેરીના વેપારી (Mango Trader) પારડી માર્કેટમાં (Pardi Market) ઘરેથી આવ્યા બાદ પારડી રેલવે સ્ટેશન મુખ્યરોડના બાલાખાડી બ્રિજ (Bridge) પાસેથી મોપેડ લઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે મોપેડ સ્લીપ મારી જતા સર્જાયેલા અકસ્માતમાં (Accident) વેપારીનું વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
- પારડી બાલાખાડી પુલ પાસે મોપેડ સ્લીપ થતા ચાલક વેપારીનું મોત
- કેરી માર્કેટમાં ગયા બાદ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે ઉમરસાડી માછીવાડ ગામમાં આવેલી વાડીમાં સુવા માટે જઈ રહ્યા હતા
- બાલા ખાડીના પુલ પાસે તેમની મોપેડ સ્લીપ મારી જતા માથાના ભાગે ઇજા થઈ હતી
હરિયા ગામમાં દેસાઈવાડ રામજી મંદિર સામે રહેતા સુરેન્દ્રભાઈ રામનગીન યાદવ (ઉવ.47) પોતાના ઘરેથી પારડી કેરી માર્કેટમાં જાઉં છું, એમ કહી મોપેડ લઈને નીકળ્યા હતા. કેરી માર્કેટમાં ગયા બાદ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે ઉમરસાડી માછીવાડ ગામમાં આવેલી વાડીમાં સુવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન પારડી કર્મભૂમિ સોસાયટીની બાજુમાં રેલવે સ્ટેશન મુખ્યરોડ પર બાલા ખાડીના પુલ પાસે તેમની મોપેડ સ્લીપ મારી જતા માથાના ભાગે ઇજા થઈ હતી. જેમને 108 એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડતા ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની હકીકત પારડી પોલીસ મથકમાં સુરેન્દ્રભાઈની બાજુમાં રહેતા અખિલેશ હરીશંકર તિવારીએ આપતા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સંજાણમાં શોરૂમનું લોક તોડી એક્સયુવી કારની ચોરી
ઉમરગામ : વાપીમાં સમ્રાટ કાર્સ પ્રા.લિ.નો શો રૂમ આવેલો છે અને ડીલર શીપની સેલ્સ આઉટલેટ ઓફિસ સંજાણ ઉમરગામ રોડ પર આવેલી છે. વાપી હેડ ઓફિસથી એક્સયુવી કાર સંજાણ સેલ્સ આઉટલેટ શોરૂમમાં ટેસ્ટ ડ્રાઈવ માટે આપી હતી. શો રૂમમાં એક્સયુવી કાર મૂકી તેની ચાવી ઓફિસના ટેબલના ખાનામાં રાખી હતી. નિયત સમયે શોરૂમ બંધ કર્યો હતો. ત્યારે કોઈ ચોરોએ શો રૂમના શટરનું તાળુ તોડી ડ્રોઅરમાં રાખેલી ચાવી લઈ એક્સયુવી કાર કિં.રૂ.13,03,650 ચોરી કરી ગયા હતાં. શો રૂમમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં બે ઈસમ કાર ચોરી કરતા નજરે પડ્યા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ શોરૂમના જનરલ મેનેજર કેતન અચ્યુતા નંદ દુબેએ ઉમરગામ પોલીસ મથકમાં કરી હતી.