Sports

ODI વર્લ્ડ કપ અને એશિયા કપ 2023 માટે જાહેર કરાયેલ અફઘાનિસ્તાનની ટીમમાં થયો આ મોટો ફેરફાર

નવી દિલ્હી : એશિયા કપ 2023ની (Asia Cup ) તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 જુલાઈ સુધી હાઈબ્રિડ મોડલમાં રમાશે. ત્યાર પછી ભારતમાં (India) ODI વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર મહિનામાં રમાશે. ODI વર્લ્ડ કપ 2023 (ODI World Cup) પહેલા ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન (Afghanistan) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ત્રણ વનડે મેચ રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે દ્વારા ટીમની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં સ્ટાર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રાશિદ ખાન બાંગ્લાદેશ સામેની એક ટેસ્ટમાંથી બહાર થશે અને ત્યાર પછી તે ફરીવાર ટીમમાં એન્ટ્રી લેશે.

આ મેચમાં સ્ટાર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રાશિદ ખાનને બાંગ્લાદેશ સામેની એક ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. ટીમમાંથી બહાર થયા પછી તે ફરીવાર ટીમમાં જોડાશે. બિગ બેશ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન બતાવનાર લેગ સ્પિનર ઈઝહારૂલહક નાવેદનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત ટાઇટન્સના સ્પિનર બોલર નૂર અહમદને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

કોહલીના દુશ્મનનો ટીમમાં રિઝર્વ ખેલાડીમાં સમાવેશ
અફધાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વનડે અને આગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે પણ રિઝર્વ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જો કે નવીન-ઉલ-હક અને ગુલબદ્દીન નયાબના નામ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ રિઝર્વ યાદીમાં સામવેશ દસ ખેલાડીઓને મોટી ટુર્નામેન્ટ અને આગામી મેચો માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.

કેપ્ટનશિપ હશમતુલ્લાહ શાહિદીનો હાથમાં સોપી છે
અફધાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામે વનડે માટેની ટીમમાં કેપ્ટનશિપ હશમતુલ્લાહ શાહિદીનો હાથમાં સોપી છે. ટીમના અન્ય ખેલાડીઓમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ, રાશિદ ખાન, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, અબ્દુલ રહેમાન, શાહિદુલ્લાહ-રહેમાન- ઝદરાન. વફાદાર મોમંદ, મોહમ્મદ સલીમ અને સૈયદ શિરઝાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. અફધાનિસ્તાન ક્રિકેટ બોર્ડે દસ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં રીમ જનાત, ઝુબૈદ અકબરી, કૈસ અહેમદ, ઈહસાનુલ્લા જનાત, ગુલબદ્દીન નાયબ, શરાફુદ્દીન અશરફ, નવીન-ઉલ હક, ફરીદ મલિક, દરવેશ રસૂલી અને ઈશાક રહીમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top