પારડી: પારડી (Pardi) ચંદ્રપુર પારનદી હાઇવે (Highway) બ્રિજ પર રવિવારે સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા ટ્રેક ઉપર એક કાર (Car) ચાલકે અચાનક બ્રેક મારતાં એક સાથે 5 વાહન અથડાયા હતા. જેમાં વાપીના એક પરિવારની કારને પાછળથી અન્ય વાહન ચાલકે ટક્કર મારતાં તેમની કારને ભારે નુકશાન થયું હતું.વાપીના મહેન્દ્રભાઈ શર્માના પરિવારની કારને પાછળથી અન્ય એક અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓની કાર એક કારમાં અથડાઈ જતા કારને ભારે નુકશાન થયું હતું. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા ન થવાથી પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોધવાનું કાર માલિકો હાલ તો ટાળ્યું હતું. અગાઉ પણ પાર નદી બ્રિજ ઉપર એક સાથે 8 કાર એક પાછળ એક અથડાઈ હતી, અકસ્માત બાદ પારનદી બ્રિજ ઉપર વાહનો ની લાંબી કતાર લાગી હતી. પોલીસે ટ્રાફિકને કંટ્રોલ કરી દીધો હતો.
આમડપોર ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર આમડપોર ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત નીપજયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ધારાગીરી ગામે હરકિશનભાઈ દયાળજીભાઈ સુરતી (ઉ.વ. 64) તેમના પરિવાર સાથે રહેતા હતાં. ગત 28મીએ તેઓ સાંજે ચાલવા માટે ગયા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતાં. જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આગળની તપાસ પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.
દમણમાં પર્યટકોના ધાડેધાડા ઊમટી પડતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો
દમણ: સંઘપ્રદેશ દમણમાં દિવાળી વેકેશન અને વીકએન્ડને લઈ પર્યટકોના ધાડેધાડા ઊમટી પડ્યા હતાં. પર્યટકોના હોટ ફેવરીટ ગણાતા જામપોર બીચ તથા પ્રદેશના અન્ય દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે મોજ મસ્તી કરતા છૂટક ધંધા રોજગારમાં પણ તેજી જોવા મળી રહી છે.દિવાળીનું વેકેશન પડતાંની સાથે જ સુરત, બરોડા, અમદાવાદ, નવસારી, વલસાડ, મુંબઈ અને મહારાષ્ટ્રના પર્યટકો મોટી સંખ્યામાં દમણની સહેલગાહે આવી રહ્યા છે.
છૂટક વ્યવસાય કર્તાઓની દિવાળી સુધરી જવા પામી
જેમાં પણ શનિ-રવિના વીક એન્ડ ને લઈ મોટી સંખ્યામાં પર્યટકો પ્રદેશમાં આવતા જામપોર, સી-ફેસ જેટી તથા દેવકાના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી હતી. પર્યટકો દરિયા કિનારે મોજ મસ્તીની સાથે ખાણીપીણીનો આનંદ ઉઠાવતા છૂટક વ્યવસાય કર્તાઓની દિવાળી સુધરી જવા પામી છે. એટલું જ નહીં પણ પ્રદેશના દરિયા કિનારે આવેલ નાની મોટી હોટલની સાથે અન્ય ગલી ખૂંચાઓમાં આવેલ નાના નાના ગેસ્ટ હાઉસ પણ પર્યટકોને લઈને હાઉસ ફૂલ જોવા મળી રહ્યા છે. જ્યાં હોટલ સંચાલકો પણ પોતાને ત્યાં