પારડી: (Pardi) પારડીના ભેંસલાપાડામાં પાલિકાના કોંગ્રેસના (Congress) સભ્ય અને તેના પુત્રએ દંપતી સહિત 3 વ્યક્તિને ગાળો આપી લાકડા અને ઈંટ વડે હુમલો (Attack) કર્યો હતો. પિતા-પુત્રએ ‘તમારી બધી જમીન લઇ લઇશું’ અને તમારૂ ઘર પણ તોડી નાંખવાની ધમકી (Threat) આપી હતી. પાલિકા સભ્ય નરેશ જયંતી જોગી અને પુત્ર આકાશ સામે પોલીસે (Police) ગુનો દાખલ કયોઁ છે. ઘટનામાં ઇજાગ્રસ્ત રાજેશ નાયકા, પત્ની શારદાબેન અને પુત્ર યશને મોહન દયાળ હોસ્પિટલમાં (Hospital) ખસેડાયા હતા.
- ‘તમારી જમીન લઇ લઇશું અને ઘર પણ તોડી નાંખીશુ’ કોંગ્રેસી સભ્ય અને પુત્રએ દંપતીને ફટકાર્યા
- પારડી પાલિકાના કોંગ્રેસી સભ્ય અને પુત્રનો પાડોશી દંપતી સહિત ત્રણ પર જીવલેણ હુમલો
- થોડા દિવસ અગાઉ કોંગ્રેસી સભ્ય નરેશ જોગી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો
- ઘટનામાં ઇજાગ્રસ્ત રાજેશ નાયકા, પત્ની શારદાબેન અને પુત્ર યશને મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડાયા હતા
પારડી પાલિકાના કોંગ્રેસી સભ્ય નરેશ જયંતી જોગી અને તેનો પુત્ર આકાશ નરેશ જોગી (રહે. ભેંસલાપાડ પરીયા રોડ)એ ગતરોજ બાજુમાં રહેતા શારદાબેન રાજેશભાઈ પટેલના ઘર પાછળ આવેલી જમીનમાં બુલડોઝર લઈ ખેડી રહ્યા હતા. તે દરમ્યાન શારદાબેન અને પતિ રાજેશભાઈ તથા પુત્ર યશ, પુત્રી અમિષા ઘરે હાજર હતા. ત્યારે આકાશ જોગીને બુલડોઝર વડે અમારી જમીનમાં કોને પૂછીને ખેડો છો, એમ કહેતા નરેશ અને આકાશ પિતા-પુત્રએ ગાળો આપી ઝપાઝપી કરી હતી. ત્યારે પિતા-પુત્રએ લાકડી લઈને શારદાબેનને માથા અને કમરના ભાગે ફટકો માર્યો હતો. જેને બચાવવા પતિ રાજેશભાઈ અને યશ આવતા રાજેશને ઈંટ વડે અને યશને લાકડા વડે હુમલો કરતા ઇજા પહોંચી હતી.
પિતા-પુત્રએ તમારી બધી જમીન લઇ લઇશું અને તમારૂ ઘર પણ તોડી નાંખી દેવાની ધમકી આપી હતી. આ અંગે શારદાબેને પારડી પોલીસ મથકે કોંગ્રેસી સભ્ય નરેશ જયંતી જોગી અને તેનો પુત્ર આકાશ નરેશ જોગી સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત રાજેશ નાયકા, પત્ની શારદાબેન અને પુત્ર યશને મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ નરેશ જોગી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. ત્યારે આ હુમલા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.