પારડી: (Pardi) પારડીના બગવાડા ટોલનાકા નજીક સર્જાયેલા અકસ્માતમાં (Accident) એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય બે મહિલાને ગંભીર હાલતમાં સારવાર (Treatment) માટે ખાનગી હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી. હાઇવે ઉપર પસાર થઇ રહેલી ઇકો કારની સાથે ડિવાઇડર (Divider) કૂદીને આવેલી કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
- હાઇવે ઉપર પસાર થઇ રહેલી ઇકો કારની સાથે ડિવાઇડર કૂદીને આવેલી કાર ભટકાઇ
- બગવાડા ટોલનાકા પાસે સર્જાયેલા અકસ્માતમાં ધરમપુરની મહિલાનું મોત
- બે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી
ધરમપુર ના વિરવલ ગામના દેસાઈ ફળિયા ખાતે રહેતા હિરેન ભગુભાઈ પટેલ બુધવારના રોજ સવારે પોતાની ઇકો વાન નંબર GJ-15-CA-9337માં મીરાબેન ભરતભાઈ પટેલ, મીનાબેન ઈશ્વરભાઈ પટેલ, સોનલબેન બાબુભાઈ નાયકા, અને મેહુલ શાંતિલાલ પટેલ ને બેસાડી દમણ ડાભેલ કંપનીમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે પારડી તાલુકાના બગવાડા નેશનલ હાઇવે નંબર 48 પર બગવાડા ટોલનાકા પાસે શુભમ રેસિડેન્સીની સામે સુરત તરફ જતી કાર નંબર MH-04-KD-9688 ના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી લાવતા કાર હાઇવેનો ડીવાઇડર કુદાવી સામેના ટ્રેક પરથી જતી હિરેનની ઇકો વાન સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો માં સવાર મીરાબેન ભરતભાઈ પટેલ, મીનાબેન ઈશ્વરભાઈ પટેલ, સોનલબેન બાબુભાઈ નાયકાને ગંભીર ઇજા પહોંચી હતી.
108 મારફતે મીનાબેનને વાપી સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યારે અન્ય બે મહિલા સોનલ અને મીનાને અન્ય એમ્બ્યુલન્સમાં સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જોકે સોનલ અને મીનાબેન કુરેશી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ચાલક હિરેન અને મેહુલને સામાન્ય ઇજા પહોચી છે. આ ઘટનામાં ધરમપુરના મગરમાળ ખાતે રહેતાં મીરાબેન પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે હિરેનભાઈ એ મહારાષ્ટ્ર પાર્સિંગ ના કાર ચાલક યશપાલ કાંતિલાલ જૈન રહે મુંબઈ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે મૃતક નું પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પારડી મહેતા હોસ્પિટલ સામે રીફલેકટરના અભાવે કાર ચાલક હાઇવે બ્રિજ ચઢવા જતા ડિવાઈડર સાથે અથડાયો
પારડી: પારડી નેશનલ હાઇવે નં.48 સ્થિત મહેતા હોસ્પિટલ સામે રાત્રીના કાર ચાલાક વાપીથી વલસાડ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન વાપી તરફથી આવતી નિશાન કાર નં. (DN09 H1370)ના ચાલકે હાઇવેથી બ્રિજ ચઢતા પહેલા સર્વિસ રોડ પર આવવાના ક્રોસિંગ પર ડિવાઈડર ન દેખાતા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક બાળકને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં કારના આગળના ભાગે એન્જીન, રેડિયેટરમાં ભારે નુકશાન થવા પામ્યું હતું. જો કે, અકસ્માતને પગલે હાઇવે રીફલેકટરના અભાવે અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હાઇવે એજન્સીની બીજી બેદરકારી બહાર આવી છે, તો અહીં રેડિયમ લગાવવામાં આવે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે.