અમદાવાદ(Ahmedabad): તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું (Exzam) પેપર (Paper) ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં (Government) દોડધામ થઈ ગઈ હતી. પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે. પેપર ફૂટયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતવોરાના (Asitvora) રાજીનામાને લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. તેમજ આસિતવોરાના કાર્યકાળ દરમ્યાન 2 વાર પેપર ફૂટયાની ધટના ધટી હતી. તેનાં વિરોધમાં તેમના નામથી ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લીધું હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી છે.
- અસિત વોરાના કાર્યકાળમાં 2 પેપર ફૂટ્યા
- આપ અને કોંગ્રેસ દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગણી કરાઈ હતી
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી અસિત વોરાના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ આ મામલે અનેક લોકોની ધરપકડ પણ થઈ હતી. લોકોના ઉગ્ર વિરોધ વચ્ચે મામલાની તપાસ માટે સરકારમાં દોડધામ મચી ગઇ હતી.
189 જગ્યા માટે 84,000થી વધુ પરીક્ષાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપી હતી. પેપર લીક થતાં વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૩૩ આરોપીને પોલીસે પકડી પાડયા છે. આરોપીઓ પાસેથી કુલ મુદ્દા માલ સાથે 78,96,500 રોકડ રકમ પણ ઝડપાઇ હતી. પોલીસ તપાસ બાદ મંડળના અધ્યક્ષ અને સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ શંકાના ઘેરામાં આવી જતા સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી.
પરીક્ષાનું પેપર 40થી વધુ ઉમેદવારોને 10-12 લાખ રુપિયામાં વેચાવામાં આવ્યું હતું તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી છે. જો કે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ પેપર જ્યાં તેનું પ્રિન્ટિંગ થયું તે પ્રેસમાંથી જ લીક થયું હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. 2021ના અંતમાં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષાનું પેપર લીક કાંડમાં 33 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી.