અંકલેશ્વર: ( bharuch) જિલ્લામાં ગેરકાયદે કેમિકલની હેરાફેરી તથા કેમિકલનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન કરનારાઓની કામગીરી પૂરઝડપે થઈ રહી છે. જે બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમે ઈસમોને પકડવાની કામગીરી હાથ ધરી છે.
વડુ પોલીસ સ્ટેશનની હદના કણજટ ગામની સીમમાં ઘનશ્યામભાઈ ચીમનભાઈ પટેલના ઈંટોના ભઠ્ઠામાં ઈંટો પકવવા બળતણ તરીકે ઉપયોગ કરવા માટે એક ટ્રક કેમિકલ વેસ્ટ ( chemical waste) ભરેલો બેરલો મંગાવ્યાં છે.
જે બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી રેડ કરી હતી. તે સમયે એસ.બી.જી. ભઠ્ઠાનો (1) માલિક ઘનશ્યામભાઈ ચીમનભાઈ પટેલ, (2) ક્લીનર, મણિલાલ કાળીદાસ પટેલ અને (3) ભાવેશજી ગોકળજી ઠાકોર ભઠ્ઠી પાસે હાજર મળી આવ્યા હતા. તેમની સાથે વધુ તપાસ હાથ ધરતાં લોખંડ તથા 49 નંગ બેરલોમાંથી 200 લીટર જેટલું કેમિકલ મળી આવ્યું હતું. સાથે ભઠ્ઠીમાં મૂકી રાખેલી લોખંડ તથા પ્લાસ્ટિક વેસ્ટ કેમિકલ ભરેલી 12 નંગ બેરલો 200 લીટર સહિત જમીન પર ઢોળાયેલો સોલિડ વેસ્ટ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતાં બીજા કેમિકલનો જથ્થો જમીનમાં ખાડો કરી ઢોળ્યો હોવાની હકીકત સામે આવી હતી.
જેના આધારે બીજી ટ્રકમાં 50 લીટરના લોખંડના વેસ્ટેજ કેમિકલ ભરેલા પીપ કુલ નંગ-106 મળી આવ્યા હતા. તેમજ ટ્રકની બાજુમાં 200 લીટરના બેરલો નંગ-14 મળી આવ્યા હતા. ત્રણેય ઇસમ પાસેથી વેસ્ટ કેમિકલ ભરેલા 200 લીટરના કુલ બેરલ નંગ-75 કિં.રૂ. 15,000 તથા વેસ્ટ કેમિકલ ભરેલા 50 લીટરના પીપ નંગ-106 કિં.રૂ. 5,300 તથા બે ટ્રક કિંમત રૂ.13,00,000 મળી આવ્યાં હતાં. જેમની સામે વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ઘનશ્યામ પટેલ, મણિલાલ પટેલ, ભાવેશજી ઠાકોર, સગીર પઠાણ, પ્રોફાઇલ ઇન્ડસ્ટ્રી લિ.પાનોલીના જવાબદાર અધિકારીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.