ભગવંત માનની (Bhagvant Maan) આગેવાની હેઠળની સરકારે (Government) સોમવારે પંજાબ વિધાનસભામાં (Punjab Assembly) વિશ્વાસ મત જીત્યો હતો. વિધાનસભામાં હાથ ઉંચા કરીને વિશ્વાસ મતની તરફેણમાં અને વિરુદ્ધમાં (Opposite) મતદાન કરવામાં આવ્યું હતું. 93 ધારાસભ્યોએ વિશ્વાસ મતની (Trust Vote) તરફેણમાં મતદાન (Voting) કર્યું હતું જ્યારે વિશ્વાસ મતની વિરુદ્ધમાં શૂન્ય મત પડ્યા હતા. વિશ્વાસનો મત સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
- ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે સોમવારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો
- વિશ્વાસ મતની તરફેણમાં અને વિરુદ્ધમાં મતદાન કરવામાં આવ્યું
- 93 ધારાસભ્યોએ વિશ્વાસ મતની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે વિશ્વાસ મતની વિરુદ્ધમાં શૂન્ય મત પડ્યા
વિશ્વાસ પ્રસ્તાવ પર લાંબી ચર્ચા બાદ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાને તેના પર મતદાનની વ્યવસ્થા કરી હતી. તેમણે પ્રસ્તાવને ટેકો આપનારા ધારાસભ્યોને હાથ ઉંચા કરવા કહ્યું અને પછી પ્રસ્તાવના વિરોધમાં રહેલા સભ્યોને પૂછ્યું. પરિણામોની જાહેરાત કરતા સંધવાને કહ્યું કે AAPના 91 ધારાસભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ગૃહમાં હાજર શિરોમણી અકાલી દળના (SAD) ત્રણ ધારાસભ્યોમાંથી એક અને બહુજન સમાજ પાર્ટીના (BSP) એકમાત્ર ધારાસભ્યએ પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો.
એકમાત્ર અપક્ષ ધારાસભ્ય પણ ગૃહમાં હાજર ન હતા
મતદાન સમયે કોંગ્રેસ અને ભાજપના કોઈ ધારાસભ્યો ન હતા અને એકમાત્ર અપક્ષ ધારાસભ્ય પણ ગૃહમાં હાજર ન હતા. AAPના ગૃહમાં સ્પીકર સહિત 92 ધારાસભ્યો છે. સ્પીકરે કહ્યું કે 93 ધારાસભ્યોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે અને કોઈ તેની વિરુદ્ધ નથી. તેથી સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
છ મહિના જૂની સરકારને તોડી પાડવાનો આરોપ
117 સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 18, SADના ત્રણ અને BJPના બે સભ્યો છે. અગાઉ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતા આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યોએ ‘ઓપરેશન લોટસ’ પર ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું અને છ મહિના જૂની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો. AAPએ અગાઉ દાવો કર્યો હતો કે તેના ઓછામાં ઓછા 10 ધારાસભ્યોનો ભાજપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. અને ભગવંત માનની આગેવાની હેઠળની સરકારને તોડવા માટે ‘ઓપરેશન લોટસ’ના ભાગરૂપે તેમને 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.
વિશ્વાસ પ્રસ્તાવ લાવીને બંધારણનો ભંગ કરવાનો આરોપ
ચર્ચા શરૂ થતાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો અને માંગણી કરી હતી કે સ્પીકર તેમને શૂન્યકાળ દરમ્યાન બોલવાનો અને મુદ્દાઓ ઉઠાવવા માટે સમય આપે. ભાજપના ધારાસભ્યો – અશ્વની શર્મા અને જંગી લાલ મહાજને AAP સરકાર પર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવીને બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
અગાઉ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યોએ ‘ઓપરેશન લોટસ’ પર ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું હતું અને તેના પર છ મહિના જૂની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રી ભગવંત માને 27 સપ્ટેમ્બરે ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.