SURAT

પેશાબ કરવા બાબતે ઝઘડો થયો: તિક્ષણ હથિયાર વડે ગંભીર ઘા મારતા પેટના આંતરડા બહાર આવી ગયા

સુરત: પાંડેસરા (Pandesara) વિષ્ણુનગર (Vishnunagar) પાસે રસ્તા પરથી એક અજાણ્યો નગ્ન હાલતમાં પેટના આંતરડા બહાર આવી ગયેલી ગંભીર હાલતમાં પડેલો હતો. તેને નવી સિવિલમાં (New Civil) ખસેડી પાંડેસરા પોલીસે (Police) હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. નવાગામ ડિંડોલી ખાતે ફુટપાથ પર રહેતો 24 વર્ષીય બલેન્દ્ર રાજેન્દ્ર યાદવ ગઈકાલે સવારે વિષ્ણુનગરની સામે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. તેના પેટના ભાગે ડાબી બાજુ ઇજા થતા લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તે સમયે ત્યાં પાંડેસરા ગોવાલકરોડ પર શાંતાનગર સોસાયટીમાં રહેતા અરવિંદ વર્મા મિત્રો સાથે નાસ્તો કરીને ઘરે જતો હતો. ત્યારે બચાવો બચાવોની બુમો સાંભળી હતી.

  • મુજે પહેલે બચાલો બાદ મે બતાતા હુ મુજે કિસને મારા
  • ફુટપાથ પર રહેતો 24 વર્ષીય બલેન્દ્ર રાજેન્દ્ર યાદવ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો
  • 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેને નવી સિવિલમાં ખસેડાયો હતો
  • પોલીસે સીસીટીવીના આધારે 6 ની અટકાયત કરી
  • ઇજાગ્રસ્તનું નિવેદન લેતા પેશાબ કરવા બાબતે ઝઘડો થયો હતો

પહેલે બચાલો બાદ મે બતાતા હુ મુજે કિસને મારા
તેના પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. આ ઇજાગ્રસ્ત વ્યક્તિએ તેનું નામ બલેન્દ્ર યાદવ હોવાનું કહ્યું હતું. તેને કોને માર્યાનું પુછતા મુજે પહેલે બચાલો બાદ મે બતાતા હુ મુજે કિસને મારા પહેલે મેરે પિતાજી કો બુલાઓ તેવુ કહ્યું હતું. જેથી તેને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેને નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો. પોલીસે ઘટના સ્થળે ચેક કરતા આજુબાજુ તપાસ કરતા થોડા અંતરે મારૂતી પ્લાયવુડ સેન્ટર દુકાનના ઓટલા પર પણ લોહીના ડાઘા પડેલા હતા. ત્યાં બ્લ્યુ જીન્સ લોહીથી ખરડાયેલું હતું.

પોલીસે સીસીટીવીના આધારે એક આરોપી સહિત 6 ની અટકાયત કરી

શર્ટ અને અંડરવેર સહિતના કપડા લોહીથી ખરડાયેલા પડેલા હતા. બલેન્દ્રને અજાણ્યાએ તિક્ષણ હથિયાર વડે ગંભીર ઘા માર્યો હતો. પાંડેસરા પોલીસે આ અંગે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવીના આધારે 6 ની અટકાયત કરી હતી. ઇજાગ્રસ્તનું નિવેદન લેતા પેશાબ કરવા બાબતે ઝઘડો થયો હતો.

Most Popular

To Top