Gujarat

અમદાવાદ: પાંચકુવા નજીક કામધેનું માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરની 22થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ: અમદાવાદ (Ahmadabad) શહેરના પાંચકુવા (PanchKuwa) વિસ્તારમાં આવેલી કામધેનુ માર્કેટમાં (Kamdhenu Market) ભીષણ આગ (Fire) લાગી હોવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર વિભાગે આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયરબ્રિગેડની 22થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો પાણીનો મારો ચલાવી આગે કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. ગભરાઈને દુકાનદારો સહિત ગ્રાહકો પણ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. ભીડવાળા વિસ્તારમાં ઘટના બનતા બિલ્ડિંગની આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. હાલ આ દુર્ઘટના મામલે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. તેમજ આગ ક્યા કારણોસર લાગી તે પણ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના પાંચકુવ વિસ્તારમાં આવેલી કામધેનું માર્કેટના ભોંયરામાં ભીષણ આગ લાગતા માર્કેટમાં દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. 22થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. અત્યાર સુધી આગમાં કોઈને જાનહાની થઈ હોવાના સમાચાર સામે નથી આવ્યા.

પાંચકુવાના રેવડી બજારમાં આવેલી કામધેનું ભોંયરામાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમા અનેક દુકાનો છે. ભોંયરામા આગ લાગતાં દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી. આ બિલ્ડિંગમાં ઘણી કપડાંની દુકાનો સહિત અન્ય દુકાનો પણ આવેલી છે. આગ લાગતાં જ દુકાનદારોમાં ભયના માહોલ જોવા મળી રહ્યો છે. આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરી લે તેને લઈને વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે જ્યારે આગ લાગ્યાની ઘટના બની ત્યારે માર્કેટમાં ઘણા ગ્રાહકો પણ હાજર હતા. ઘટનાની જાણ થતા તમામ ગ્રાહકો ગભરાઈને માર્કેટની બહાર દોડી આવ્યા હતા. આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હોવાથી માર્કેટ નજીક ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ આસપાસના લોકો બિલ્ડિંગ પાસે એકઠા થઈ ગયા હતા. ત્યારે આગ વધુ ફેલાઈ નહીં તે માટે ફાયર વિભાગના જવાનોઓ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસો કરી રહ્યા છે. આગ ક્યા કારણોસર લાગી હોઈ શકે તે હાલ ચોક્કસપણે જાણી શકાયું નથી.

Most Popular

To Top