પલસાણા : કડોદરાના (Kadodra) અરિહંત પાર્કમાં હનુમાન જ્યંતિના દિવસે મંદિરના (Temple) ભંડારા (Bhandara) બાબતે થયેલી બબાલ બાદ પોલીસે (Police) મુખ્ય સૂત્રધાર પોલીસની PCR વાનના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઇવરને (Driver) પકડી જામીન (Bail) પર છોડી દેતાં અરિહંત પાર્ક ખાતે ફરી બબાલ થઇ હતી અને અરિહંત પાર્કની અંદાજે 50થી વધુ મહિલાએ (Women) કડોદરાથી અંત્રોલી પોલીસ મથક સુધી રેલી કાઢીને પહોંચી હતી અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ‘ગલી ગલી મેં શોર હૈ પોલીસ વાલે ચોર હે’ જેવા સુત્રોચ્ચાર (Slogan) કર્યા હતા.
- 50થી વધુ મહિલાએ કડોદરાથી અંત્રોલી પોલીસ મથક સુધી રેલી કાઢીને પહોંચી
- કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.અશોક મોરીએ કેટલીક મહિલાઓ સાથે તોછડું વર્તન કર્યું હોવાનો આક્ષેપ
- અરિહંત પાર્ક ઘણાં સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો, પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થયોો
આ રેલી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશને પહોંચી હતી. અહીં ગંભીર ઘટનાને શાંત પાડવાને બદલે કડોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.અશોક મોરીએ કેટલીક મહિલાઓ (Women) સાથે તોછડું વર્તન કર્યું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન (Police Station) પહોંચેલી મહિલાઓને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી હતી. અરિહંત પાર્ક ધણાં સમયથી આ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે આવા સમયે પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય ત્યારે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ રેલીમાં મહિલાઓ સાથે વૃધ્ધો પણ જોડાયા હતા. નવનિયુક્ત પોલીસ વડા આ પરિસ્થિતિ ઉપર ખુદ સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર સામે પગલાં લેવામાં આવે એ જરૂરી છે
પોલીસે વોન્ટેડ આરોપીને પકડવાનાને બદલે ફરિયાદી વિરુદ્ધ એન.સી ફરિયાદ દાખલ કરતા મામલો બીચકયો
બે દિવસ પહેલા થયેલી બબાલ મામલે પોલીસે રાતોરાત મહિલાને ફરિયાદી બનાવી 10 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જોકે પોલીસ આ વોન્ટેડ આરોપીને પકડવાનો બદલે ફરિયાદી પક્ષના ત્રણ થી ચાર ઈસમો વિરુદ્ધ એન.સી.ફરિયાદ નોંધી હતી વધુમાં મહિલાઓ એ આક્ષેપો કર્યા હતા કે કડોદરા પોલીસ મથકના પી.એસ.આઈ.અશોક મોરી મહિલાઓને અપશબ્દો કહી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું એ મામલે પોલીસે અરિહંત પાર્કના હનુમાનજી મંદિરના મહંતને ઊંચકી લાવી મોડી સાંજ સુધી ડિટેઇન કરતા મામલો બીચકાયો હતો.