SURAT

સુરત: બંધ મકાનમાં પ્લાસ્ટિકની તાડપત્રી, ચટાઈ અને ચાદરમાં બાંધી વ્યક્તિને સળગાવી દેવાયો

પલસાણા: (Palsana) સુરત જિલ્લાના કામરેજ (Kamrej) તાલુકાના વલણથી અણુરા જતાં આંતરિક રસ્તા પર વલણ ગામની હદમાં ગુરુવારે સવારના સમયે રોડ પર સુરતના હિરેન રાણપરીયાની કરાયેલી હત્યા (Murder) ઠંડે કલેજે પ્રિ-પ્લાનિંગથી કરાયેલી હતી. પોલીસ (Police) હત્યારાઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે તેમ જાણવા મળી રહ્યું છે.

કામરેજ તાલુકાના વલણથી અણુરા જતાં આંતરિક રસ્તા પર વલણ ગામની હદમાં રોડ પર હત્યા કરેલી એક લાશ તેમજ તેની બાજુમાં એક ઇકો સ્પોર્ટ કાર મળી આવી હતી. આ મામલે પોલીસ તપાસમાં આ લાશ સુરતના હિરેનભાઈ જમનભાઈ રાણપરિયાની હોવાનું ખુલ્યું હતું. કામરેજ પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જિલ્લા એલસીબી એમજ સ્પેશ્યલ ઓપરેશનની ટીમે અલગ અલગ ટીમ બનાવી આસપાસના CCTV ચકાસતા એવી માહિતી મળી હતી કે હિરેન રાણપરીયાની હત્યા પરેશભાઇ ભવનભાઇ જાસોલીયા તથા જિગ્નેશભાઇ ભવનભાઇ જાસોલીયા તથા મનિષભાઈ કાળુભાઈ દયાળભાઈ લાઠીયા( પટેલ)તથા લતાબેન ઉર્ફે ખુશી રવજીભાઇ મકવાણાએ કરી છે. જેથી એસઓજી અને એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ કે.જે.ધડૂકની આગેવાનીમાં સઘન પુછપરછ કરતાં હત્યાનો ભેદ ખૂલી ગયો હતો.

હત્યારાઓએ જણાવ્યું હતું કે તેમને હિરેનભાઈ જમનભાઈ રાણપરીયા સાથે ધંધાકીય હેતુમાં મનદુખ હોવાથી તમામે ભેગા મળી હત્યા કરી નાખવા માટે પ્લાન બનાવ્યો હતો અને મોરથાણા ગામની હદમા આવેલા હિરેનભાઈના ફાર્મહાઉસ ઉપર હિરેનભાઈ રાણપરીયાને લઈ ગયા અને ત્યાં બળજબરી પુર્વક વિદેશી દારૂ પીવડાવી, માર મારીને અર્ધબેભાન કરી નાખી તેમની જ ઈકો સ્પોર્ટ કારમાં નાખી વલણથી અણુરા જતા અવાવરું રોડ ઉપર રાત્રીના લઈ જઈ રસ્તા ઉપર ઉછાળી તેની ઉપર ત્રણ-ચાર વખત ઇકો સ્પોર્ટ કાર ચડાવી દઈ તેની હત્યા કરી નાખી હતી.

હત્યારાઓએ રસ્તા ઉપર હિરેનભાઈની લાશ એવી રીતે નાખી દીધી હતી કે લોકોને તેમજ પોલીસને હિરેન રાણપરીયાનું મોત અકસ્માતમાં જ થયું હોય. તમામ બાદમાં તેમની લાશની બાજુમાં જ ઈકો કાર પાર્ક કરીને ભાગી છુટ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવામાં અંગત બાતમીદારો દ્વારા અ.હે.કો.જગદીશભાઈ કામરાજભાઈ તેમજ હે.કો.રોહિતભાઈ બાબુભાઇ તેમજ પો.કો.ભરતભાઇ ગાભાભાઈને બાતમી આપવામાં આવી હતી.

ભાગીદારીમાં ધંધાર્થે મનદુઃખ થતા હિરેન રાણપરીયાની હત્યા કરાઈ હતી
હિરેનભાઈ જમનભાઈ રાણપરીયા તથા પરેશભાઈ ભવાનભાઈ જાસોલીયા ભાગીદારીમાં એમ્બ્રોડરીના બોબીન બનાવાનો બિઝનેસ કરતાં હતાં. જેમાં હિરેનભાઈ તથા તેના ભાઈ એમ્બ્રોડરીના બોબીન બનાવાના મશીન બનાવતા હોવાથી તેમના કહેવાથી હત્યારાઓએ તેમના ગ્રુપમાં અલગ અલગ પરિચીતોને મશીન અપાવ્યા હતા. જેમાં હત્યારા મનિષભાઈ કાળુભાઈ લાઠીયાએ પણ મશીનો લઈ ધંધો ચાલુ કર્યઓ હતો. પરંતુ બાદમાં ધંધામા જરૂરી મટિરિયલ્સ આપતા નહી હોવાને કારણે તેમને ધંધાકીય રીતે ખુબજ મોટું આર્થિક નુકસાન થયું હતું. જેથી હિરેનભાઈ તથા પરેશભાઈ ભવાનભાઈ જાસોલીયા વચ્ચે ભાગીદારીમાં એમ્બ્રોઈડરી એકમ ચાલતું હોવાથી જો હિરેનભાઈને રસ્તામાથી હટાવી દેવામાં આવે તો આખો બિઝનેશ તેમના હાથમાં આવી જાય તેમ હોવાને કારણે તમામે ભેગા થઈને હિરેન રાણપરીયાની હત્યા કરી હતી.

ભાગીદારોએ જ કેવી રીતે ઠંડા કલેજે હત્યાનો પ્લાન બનાવ્યો હતો
ગત સપ્તાહમાં હિરેનભાઈની પત્નિ બહારગામ ગઇ હતી. જેથી હિરેનભાઈ ઘરે એકલા હતા અને ફાર્મહાઉસ પર સુઈ રહેતા હતા. હત્યારાઓ પણ મોરથાણા ગામની હદમાં આવેલા ફાર્મહાઉસ ઉપર રાત્રે ઉંઘવા આવતા હતા. જેથી તમામે ભેગા મળીને હિરેન રાણપરીયાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. રાત્રીના યુવતી બોલાવી મોજમસ્તી કરવા ભેગા મળ્યા હોવાનું હિરેનભાઈને જણાવી ત્યાં ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા.અને ત્યાં હિરેનભાઈને પહેલા બળજબરીપુર્વક દારૂ પીવડાયો અને બાદમાં હત્યા કરી હતી.

Most Popular

To Top