પલસાણા: પલસાણાના (Palsana) કરણ ગામની સીમમાં એક ગોડાઉનની (Godown) અંદર ટેન્કરોમાંથી (tankers) પામતેલ તેમજ ટ્રકોમાંથી લોખંડના સળિયાની ચોરી કરી માલ વેચી મારતી ટોળકી સક્રિય થઇ હોવાની બાતમી સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને મળી હતી. જેથી જિલ્લા એલસીબી પોલીસની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરી હતી. જ્યાંથી ૮૧ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને ચોરીનો માલ લેનાર અને વેચનાર ૯ ઇસમની પોલીસે ધરપકડ કરી હતી. અને બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.ઘટના અંતર્ગત પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની ટીમે સ્થળ પર જઇ ગોડાઉનમાં રેઇડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ ગતરોજ પલસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના કરણ ગામની સીમમાં વિજય હોટલની સામે એક ગોડાઉનમાં પરવેઝ ઉર્ફે મુસો પઠાણ (રહે., બલેશ્વર) તેમના ભાગીદાર સાથે મળી નેશનલ હાઇવે પર પામતેલ ભરીને આવતાં ટેન્કરોના ડ્રાઇવરની સાથે સાઠગાંઠ રાખી ટેન્કરમાંથી પામતેલની ચોરી કરી રહ્યા છે. તેમજ લોખંડના સળિયાની ભારીને આવતી-જતી ટ્રકોના ડ્રાઇવરો સાથે સંપર્ક કરી ચોરી કરી રહ્યા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. પોલીસની ટીમે સ્થળ પર જઇ ગોડાઉનમાં રેઇડ કરતાં કચ્છના મેગપર સ્થિત ગોકુલ એગ્રો પ્રા.લિ.માંથી પામતેલનું ટેન્કર જે નવસારી ખાતે શ્રી રામ એગ્રોવેટ કોર્પોરેશનમાં જઇ રહ્યું હતું, ત્યારે ટેન્કરના ડ્રાઇવરે રૂપિયાની લાલચમાં આવી ટેન્કરમાંથી પામતેલની ચોરી કરતાં રંગેહાથ પોલીસે દબોચી લીધા હતા.
ટેન્કરમાંથી ચોરી કરી કાઢેલા 15 કિલોની ક્ષમતાવાળા ડબ્બા કબ્જે કર્યા
પોલીસે સ્થળ પરથી ગોડાઉન તેમજ ટેન્કરમાંથી ચોરી કરી કાઢેલા 15 કિલોની ક્ષમતાવાળા ડબ્બાઓમાં પામતેલ ભરેલા ડબ્બા નંગ ૩૧૫ કિંમત રૂ4,25,250 બોલેરો પિકઅપમાંથી મળી આવેલા તેલના ભરેલ ડબ્બા નંગ-60 કિં.રૂ.81,000 ટેન્કરમાં ભરેલા પામ તેલ તેમજ ટેન્કરની કિંમત 20 લાખ, બોલેરો પિકઅપ બોલેરો ગાડી કિંમત લાખ, લોખંડના વિવિધ સાઇઝના સળિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. સાથે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ રેવા ભરવાડ (રહે., જિજ્ઞેશનગર સોસાયટી, ગોડાદરા, સુરત) તેમજ પામતેલ ખરીદનાર પારસમલ જુવારમલ કુમાવત (રહે., કાની, તા.મહુવા)ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.