પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલસીબીની (LCB) ટીમ ગત રોજ પેટ્રોલીગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે અંત્રોલી ગામે શોર્યા મીલની પાછળના ભાગે લીસ્ટેડ બુટલેગર (Bootlegger) ઇશ્વર વાંસફોડીયા તેમજ તેના ભાઇ અને અન્ય ઇસમોએ ભેગા મળી વિદેશી દારૂનો જથ્થો લાવી તેનું કાર્ટીંગ કરવાની ફીરાકમાં છે. તે સમયે પોલીસે રેઇડ કરી ૩.૯૨ લાખના વિદેશી દારૂ સાથે ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ૩ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
- અંત્રોલીથી લક્ઝુરિયસ કારમાં કાર્ટિંગ કરાતા 3.92 લાખના દારૂ સાથે 3 ઝડપાયા
- કાર સહિત રૂ. 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા અને તેનો ભાઈ વોન્ટેડ
પ્રાપ્ત માહીતી અનુસાર ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે અંત્રોલી ગામે ભુરી ફળીયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ઇશ્વર વાંસફોડીયો તથા તેના ભાઇએ દમણથી બે ફોરવ્હીલ ગાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી પલસાણા તાલુકાના અંત્રોલી ગામે શોર્યા મીલની પાછળ કાન્તીભાઇના કમ્પાઉન્ડમાં રાખી તેનું કાર્ટીંગ કરવાની પેરવીમાં છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા પોલીસ એક્ષયુવી ગાડી નંબર જીજે ૦૫ જેએફ ૪૨૧૮ તથા સુજુકી સીયાજ ગાડી નંબર જીજે ૦૧ આરએસ ૧૭૬૩માં મુકેલ વિદેશી દારૂની બોટલ નંગ ૨૮૬૮ કીમત રૂપીયા ૩૯૨૪૦૦ જપ્ત કરી હતી.
ઉપરાંત સુજુકી સીયાજ કીમત ૫ લાખ, એક્ષયુવી ગાડી ની કીમત ૭ લાખ, મોપેડ નંબર જીજે ૧૯ બીએફ ૦૯૪૭ કીમત ૬૦ હજાર, નંબર વગરની હોન્ડા એક્ટીવા કીમત ૮૦ હજાર તથઆ મોબાઇલ નંગ ૨ કીમત રૂપીયા ૫૫૦૦ મળી કુલ ૧૭૩૭૯૦૦ રૂપીયાના મુદ્દામાલ સાથે પોલીસે મયંકચંદ્ર કીરણભાઇ સોનવણે (ઉ.વ ૨૫), વિવેક ચંદ્ર કીરણભાઇ સોનવણે (ઉવ ૨૪ બન્ને રહે રામપુરા મેઇન રોડ જય દસામા એપાર્ટમેન્ટ સુરત શહેર મુળ રહે મહારાષ્ટ્ર) તથા એક કીશોરને પોલીસે જડપી પાડ્યા હતા. તેમજ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી લિસ્ટેડ બુટલેગર ઇશ્વર રમેશ વાંસફોડીયાપ્રવિણ સોમા વાંસફોડીયા (બન્ને રહે અંત્રઓલી ગામ ભુરી ફળીયુ રોહીત રોહીત ભુવા રહે કારેલી ગામ તા.પલસાણા)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટેમ્પામાં કેરીના કેરેટની આડમાં લઇ જવાતો રૂપિયા 2.16 લાખનો દારૂ ઝડપાયો
પારડી : પારડી નેશનલ હાઇવે નંબર 48 ચાર રસ્તા બ્રિજ ઉતરતા વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર દારૂની હેરાફેરીની બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે રોક્યો હતો. જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કેરીના ખાલી કેરેટની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ 2400 જેની કિં. રૂ.2.16 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલક રાજ કુમાર લવધર યાદવ (રહે. મહારાષ્ટ્ર, મૂળ યુપી)ને ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા એક ઈસમે દારૂ ભરેલો ટેમ્પો દમણ કોસ્ટેલ હાઇવે પર એક પેટ્રોલ પંપ પાસે આપીને બારડોલી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું. પોલીસે એક આરોપીને વોન્ટેડ બતાવી દારૂનો જથ્થો ટેમ્પો સહિત કુલ રૂ.7 લાખ 16 હજાર 500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપી રાજકુમાર યાદવ તથા દારૂનો જથ્થો ભરાવનાર એક આરોપીને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.