પલસાણા: (Palsana) પલસાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીને આધારે કરણ ગામની (Village) સીમમાં તલોદર જવાના રસ્તા ઉપરથી દારૂના (Alcohol) જથ્થા સાથે ૩ મહીલાઓને ઝડપી પાડી છે. પલસાણા પોલીસે તાલુકાના કરણ ગામની સીમમાં તલોદરા ગામના કટ પાસેથી કલ્પનાબેન રાજુભાઇ વૈરાગી (રહે લંબે હનુમાન પાસે ઝૂંપડપટ્ટી, સુરત) અંજુબેન ટીટ્ટુભાઇ સંગોડીયા (રહે રૂપલ ટ્રાન્સફરની બાજુમાં ઝૂંપડપટ્ટી પર્વત પાટીયા, સુરત) તથા પુજાબેન કાંતીભાઇ નીનામા (રહે પર્વત પાટીયા ઝૂંપડપટ્ટી સુરત)ને ઝડપી પાડી તેમની પાસેથી નાની મોટી ૨૬૯ નંગ કિંમત ૨૯૦૨૫ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.
કોસંબાના વેલછા ગામે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 6 દારૂડિયા ઝડપાયાં
હથોડા: કોસંબા પોલીસે બાતમીના આધારે વેલાછા ગામે એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર રેડ કરીને છ જણાને રંગે હાથ ઝડપી પાડી પાંજરે પૂર્યાં હતા. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે વેલાછા ગામે માંગરોળ રોડ પર ગ્રીનવિલા ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો ભેગા મળીને ઇંગ્લિશ દારૂની મહેફિલ માણી રહ્યાં છે. જેથી કોસંબા પોલીસે ઘટના સ્થળે ત્રાટકીને ઘેરો ઘાલીને છ જણાંને ઇંગ્લિશ દારૂની મહેફીલ માણતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ ફાર્મ હાઉસ સુરત ખાતે રહેતા સુરેશભાઈ શિંગાડાનું છે અને દારૂની મહેફિલ માણવા માટે આ ફાર્મ હાઉસ ઉપરોક્ત દારૂડિયાઓએ સવારથી સાંજ સુધી રૂપિયા 3000ના ભાડે લીધેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જે ₹3,000 ફાર્મ હાઉસના વોચમેન અમરતભાઈને ચૂકવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.
પોલીસે દારૂની મહેફિલ માણતા પકડેલા કલ્પેશભાઈ લાલભાઈ લુહાર (રહેવાસી અંકલેશ્વર), પંકજભાઈ સુરેશભાઈ શર્મા (રહેવાસી ભરૂચ), અજય કુમાર માંગીલાલ ખત્રી (રહેવાસી અંકલેશ્વર), વિશાલકુમાર બાલુભાઈ પઢીયાર (રહેવાસી ભરૂચ) નીતિન મહેશભાઈ વસાવા (રહેવાસી અંક્લેશ્વર) અને પ્રભાતભાઈ ઓમપ્રકાશ સિંગ (રહેવાસી ભરૂચ) સામે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.