Business

તાડછાનાં રમકડા

શ્રાવણ માસમાં સુદ અને વદની રાંધણ છઠ અને શીતળા સાતમ આવે છે. રાંધણ છઠનાં દિવસે રસોઈ બનાવી શીતળા સાતમનાં દિવસે ટાઢું ખાવામાં આવે છે. વર્ષો પહેલા શીતળા સાતમનાં દિવસે સુરતની શેરીઓમાં તાડનાં ઝાડની પટ્ટીમાંથી બનાવેલા રમકડા વેચવા શ્રમિક બહેનો આવતી. જેમાં પોપટ, ઘૂઘરો, પીપુડી, પોપટનું પાંજરુ વિગેરે રમકડા લઈને વેચવા આવતા હતા. શીતળા સાતમનાં દિવસે સુરતીઓ રાંધણ છઠનાં દિવસે બનેલી પુરી, વડા  આપી ઘરના બાળકો માટે તાડની ઝાડની પટ્ટીમાંથી બનાવેલા વિવિધ રમકડા ખરીદતા. શીતળા સાતમનાં દિવસે આ રમકડાં વેચવા આવનાર બહેનો રૂપિયા લેતા ન હતા. સુરતીઓ રાંધણ છઠની પુરી વડા આપી બાળકો માંટે રમકડા ખરીદી કરતા ત્યારે ઘરના બાળકો રાજી થઈ જતા. શેરીઓમાં બાળકો ભેગા થઈ સમૂહમાં તાડછાની પીપુડી વગાડે ત્યારે  શેરીઓ ગુંજી ઉઠતી. પહેલા ક્રમાનુસાર તાડછાનાં રમકડા, લાકડાનાં રમકડા અને પ્લાસ્ટિકનાં રમકડા રમતા હતા. આજે ડિજીટલ યુગમાં બાળકો માટે એક જ રમકડુ કાફી છે તે છે મોબાઈલ.!
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કહેવાતો ખેતી પ્રધાન દેશ
આજે કૃત્રિમ ખાતરના પરિણામે અનાજનું પોષક તત્વ જોખમાય રહ્યું છે. વરસાદ પર આધાર રાખતા અનાવૃષ્ટિ
કે અતિવૃષ્ટિને સરકારને કોઇ ઉપાય સૂઝતો નથી. વર્ષોથી નદીઓની ઝાડ યોજનાઓ માટે મિટીંગો ભરાય છે, ખાધુંપીધુંને છુટા પડ્યા. અમુક રાજ્યો અનાવૃષ્ટિથી પીડાય છે જ્યારે અમુક રાજ્યો અતિવૃષ્ટિથી પીડાય છે. ઝાડના અભાવે વરસાદનું અણીશુધ્ધ કિંમતી પાણી દરીયામાં વહી જાય છે. ઢીલીપોચી નીતિમાં પ્રાણ પુરનાર પ્રધાનો કે સરકાર ઐયાશીમાં જ રચીપચી રહી છે.
અડાજણ સુરત      – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top