વડોદરા: વડોદરા શહેરમાં આગામી 18મી જુનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યાં છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 27 વર્ષ દરમિયાન શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે માત્ર કાગળો પૂરતા પ્રોજેક્ટ રાખ્યા હોવાના તથા સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કોર્પોરેશનમાં સમાંતર બીજી કંપની ઉભી કરી જેનું નામ SPV,-સ્માર્ટ સિટી કંપની દ્વારા ભ્રષ્ટાચાર અને સત્તાનો ગેરબંધારણીય દૂરપયોગ થયાની બાબતે અવગત કરવા આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના સયાજીગંજ સ્થિત એક ખાનગી હોટેલમાં પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકાર પરિષદમા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, નેતા અમીબેન રાવત, સાથે જ કિશોર પારેખ સહિત પ્રવક્તા ઉપસ્થિત રહ્યાં હતાં આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને નેતાએ ભાજપના શાશનમા વડોદરા શહેરની જનતાને પીવાના શુધ્ધ અને પૂરતા પાણી નથી મળતા, સ્વચ્છતાનો અભાવ તથા જ્યારે વડાપ્રધાન આવી રહ્યાં છે ત્યારે પાલિકા દ્વારા વડાપ્રધાનના રૂટ પર લખોડી ગગડે તેવા રોડરસ્તા કરી દેવામાં આવ્યા છે પરંતુ જનતાને આવી સુવિધાઓ આપી નથી સાથે જ આખા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે ફક્ત 3% વિસ્તારમાં એક સ્માર્ટ સિટી ઉભુ કરવાની તથા સ્માર્ટ મોડેલ જેને એબીડી નામ આપ્યું.
જનતા માટે કોઇ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેવા આક્ષેપો સાથે સાથે આજે પ્રોજેકટ દર્શાવી તમામ વાતો પત્રકાર પરિષદમાં મૂકી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પાંચ કાઉન્સિલરો ની અનુપસ્થિતિ અંગે પ્રદેશ પ્રમુખને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ પત્રકાર પરિષદ કોંગ્રેસના નેતા અને પ્રમુખ તરીકે યોજાઇ હતી માટે તેઓ હાજર રહ્યાં નથી અને રહ્યાં તે પાંચ કાઉન્સિલરો દ્વારા કોંગ્રેસના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની વાત તો આવી કોઇ બાબત અમારા ધ્યાને આવી નથી અમે સૌ સાથે જ છીએ કોઇ આંતરિક કલહ નથી તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીને માન આપવું એ કોંગ્રેસની પ્રણાલિકા
કોંગ્રેસના અમિત ગોટીકરે પ્રધાનમંત્રીની પોસ્ટ બાબતે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મે મારા ફોટાનો અને કોંગ્રેસના પક્ષના ચિન્હનો ઉપયોગ કર્યો નથી. દેશના પ્રધાનમંત્રીને આવકાર્ય હતા. પ્રધાનમંત્રીને માન આપવું એ કોંગ્રેસની પ્રણાલિકા રહી છે. પ્રધાનમંત્રી કોઇ પક્ષના નહીં પરંતુ ભારત દેશના પ્રધાનમંત્રી છે. જ્યારે 2014માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બનાયા હતા. ત્યારે વિધાનસભાના કોંગ્રેસના ધારસભ્યોએ તેમનું અભિવાનદ કર્યું હતું. તત્કાલિક કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ પણ હાથ જોડીને તેમને માન આપ્યું હતું.
પદયાત્રા શરૂ કરવાની કોશિશ કરતાં પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો,કાર્યકરોની અટકાયત
છેલ્લા 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાશનમા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ આ સ્માર્ટ સિટીમાં કયા પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે કે જનતાને તેનો લાભ મળ્યો છે તે શોધવા માટે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના સયજીગંજ જનમહલ થી સ્માર્ટ સિટી શોધો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના અંતર્ગત શહેર કોંગ્રેસના કાઉન્સિલરો, કાર્યકરો પોસ્ટર્સ, પ્લેકાર્ડસ સાથે જનમહલ ખાતે એકત્રિત થયા હતા જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, કોંગ્રેસના નેતા અમીબેન રાવત, તથા નરેન્દ્ર રાવત, નરેન્દ્ર જયસ્વાલ સહિતના કોંગ્રેસના આગેવાનો જેવા અહીં આવી સૂત્રોચ્ચાર સાથે આ સ્માર્ટ સિટી શોધ પદયાત્રા ની શરૂઆત કરાવે તે પહેલાં જ સયાજીગંજ પોલીસ તથા રાવપુરા પોલીસની ટીમો દ્વારા તેઓની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લ ઇ ગયા હતા. અગાઉ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સ્માર્ટ સિટી શોધો પદયાત્રા માટે પરવાનગી માંગેલ જે પોલીસ દ્વારા રદ કરવામાં આવેલ છતાં કોંગ્રેસે પદયાત્રા કાઢવાનો નિર્ણય કરતાં પોલીસે તમામ કોંગ્રેસના હાજર આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી.