World

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલો, 6 ચીની નાગરિકોના મોત

પાકિસ્તાનમાં (Pakistan) આત્મઘાતી (Suicide attack) બોમ્બ હુમલામાં 6 ચીની નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાની પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે મંગળવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ચીની નાગરિકોના કાફલા પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં 6 ચીની નાગરિકોના મોત થયા હતા. આ ઘટનામાં પ્રચંડ વિસ્ફોટ થયો અને પાંચ લોકો માર્યા ગયા હતા. હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સ્થાનીય મીડિયાના જણાવ્યા અનુસાર એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ચીની એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી હતી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુમાં તેમના કેમ્પ જઈ રહ્યા હતા.

મૃત્યુ પામનાર ચીની ઇંજીનિયર
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ એક્સ હેન્ડલ દ્વારા આ હુમલાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના શાંગલા જિલ્લામાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો બેશમ શહેર નજીક થયો હતો, જેમાં છ ચીની નાગરિકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો ચીનના એન્જિનિયર હતા. પાકિસ્તાન માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પાકિસ્તાનને ચીનનો નજીકનો મિત્ર માનવામાં આવે છે.

સ્થળ પર બળી ગયેલી કાર જોવા મળી
જણાવવામાં આવી રહ્યું છે કે ચીની એન્જિનિયરોનો કાફલો ઈસ્લામાબાદથી શરૂ થયો હતો જે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુ કેમ્પ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમના કાફલાને આત્મઘાતી બોમ્બરે નિશાન બનાવ્યો હતો. હાલ આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિઝ્યુઅલમાં ઘટનાસ્થળે એક બળી ગયેલી કાર જોવા મળી રહી છે જ્યારે ખીણમાંથી ભારે ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top