World

ઈમરાન ખાનની લાહોરમાં રેલી, કહ્યુું- ઐતિહાસિક નજારો જોવા મળશે

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પંજાબમાં (Punjab) આગામી ચૂંટણીનો (Election) પ્રચારમાં વ્યસ્ત છે. રવિવારે તેઓ ચૂંટણી અભિયાન માટે લાહોરમાં એક રેલી કાઢવાના છે. તેઓએ કહ્યું છે કે આ રેલીમાં ઐતિહાસિક નજારો જોવા મળશે. જણાવી દઈએ કે ચાર મહિના પહેલા ઈમરાન ખાન ઉપર જાનલેવા હુમલો (Attack) થયો હતો. ત્યારે આજે ઈમરાન ખાન પોતે આ રેલીનું નેતૃત્વ કરશે. એક વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈમરાન એક મેસેજ પાસ કરવાની કોશિશ કરતા હોય તેવું દેખાઈ છે. તેઓ વીડિયોમાં કહે છે કે હું તેઓને બતાવવા માગુ છું કે અમે પાળતુ પ્રાણી નથી. જણાવી દઈએ કે આ રેલીનું નેતૃત્વ ઈમરાન ખાન કરશે.

  • ઈમરાન ખાનનો એક વીડિયો વાઈરલ જેમાં કહ્યું કે હું તેઓને બતાવવા માટે આ રેલીનું નેતૃત્વ કરીશ કે અમે પાળતુ પ્રાણી નથી
  • પાકિસ્તાના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ હાલ ધોષણા કરી હતી કે પંજાબમાં 30 એપ્રિલના રોજ મતદાન થશે

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આજથી ચાર મહિના પહેલા જે ધટના થઈ હતી તેવી ધટના ન ધટે તે માટે ઈમરાન બુલેટપ્રુફ વાહનમાં રેલી કાઢશે. ક્રિકેટરથી રાજનિતીમાં ઝંપલાવનાર પાકિસ્તાનનાપૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન લાહોરના જમાન પાર્ક આવાસથી પોતાની રેલી કાઢશે જે દાતા દરબારમાં સમાપ્ત થશે. ઈમરાન ખાનની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. તેમજ આ રેલી દરમ્યાન કોઈ અનહોનિ ધટના ન ધટે તેનું પણ ચોક્કસ પણે ધ્યાન રાખવામાં આવશે.

જણાવી દઈએ કે પાકિસ્તાના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ હાલ ધોષણા કરી હતી કે પંજાબમાં 30 એપ્રિલના રોજ મતદાન થશે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય એસેમ્બલી માટે 90 દિવસની નિર્ધારિત અવધિમાં ચૂંટણી કરાવવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયના બે દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી હતી. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાની પ્રાંતીય એસેમ્બલીઓ અનુક્રમે 14 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ વિસર્જન કરવામાં આવી હતી. પાકિસ્તાની કાયદા હેઠળ, પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી તેના વિસર્જનના 90 દિવસની અંદર થવી જોઈએ.

Most Popular

To Top