World

પાકિસ્તાનના પૂર્વ પંજાબ પ્રાંતમાં અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી આટલા લોકોએ જીવ ગુમાવ્યા

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પંજાબ પ્રાંતમાં પ્રી-મોન્સૂન વરસાદ વચ્ચે જુદા જુદા સ્થળો પર વીજળી પડવાથી લોકોના મોત થયા હતા. પૂર્વ પંજાબ પ્રાંતમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વાતની જાણકારી સોમવારે પાકિસ્તાનના અધિકારીઓએ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુર્વ પંજાબ પ્રાંતમાં વીજળી પડવાની ધટના સામે આવી છે. જેમાં મુખ્યત્વે સિયાલકોટ અને શેખુપુરા જિલ્લામાં વીજળી પડી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન હવામાન વિભાગ (Pakistan Meteorological Department) ના જણાવ્યા અનુસાર આ અઠવાડિયામાં વધુ વરસાદને કારણે પૂર આવી શકે છે.

  • પંજાબ પ્રાંતના મુખ્યત્વે સિયાલકોટ અને શેખુપુરા જિલ્લામાં વીજળી પડવાની ઘટના
  • ભારે વરસાદ અને વીજળી પડવાથી અનેક મકાનો ધરાશાયી થયા
  • નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપી ચેતવણી કહ્યું કે પાકિસ્તાનમાં પુર આવી શકે છે

વીજળી પડવાથી અનેક મકાનો ધરાશાયી થયા
રાજ્ય સરકાર સંચાલિત બચાવ સંસ્થા ‘ઓર્ગેનાઈઝેશન રેસ્ક્યુ 1122’ના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વ પંજાબ પ્રાંતના મુખ્યત્વે સિયાલકોટ અને શેખુપુરા જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓ સામે આવી હતી. જ્યાં ભારે વરસાદ અને વીજળી પડવાથી અનેક મકાનો ધરાશાયી થયાં હતાં. મકાન ધરાશાયી થતા લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલ થયેલા લોકોને નજીકમાં સુરક્ષીત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપી ચેતવણી
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી પણ આપી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવુ છે કે દેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અચાનક પૂરની સ્થીતી બની શકે છે. જોકે ગયા વર્ષે આવેલા પુરના કારણે પાકિસ્તાનમાં ત્રાહિમામ મચી ગયો હતો.

ગયા વર્ષે પાકિસ્તાનનો ત્રીજો ભાગ પાણીમાં ડુબી ગયો હતો
પાકિસ્તાનમાં ગયા વર્ષે ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું હતું. આ અચાનક આવેલા પૂરના કારણે પાકિસ્તાનનો ત્રીજો ભાગ પાણીમાં ડુબી ગયો હતો. આ પૂરમાં ઓછામાં ઓછા 1,739 લોકો માર્યા ગયા હતા. જેમાં લગભગ 80 લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા હતા અને લગભગ 30 બિલિયનની સંપત્તિને નુકસાન થયું હતું. ગયા વર્ષે પાકિસ્તાનમાં આવેલા પૂરને પાકિસ્તાનનાં વિદેશમંત્રી હિના રબ્બાની ખારેએ ‘પ્રલય જેવી કટોકટી’ ગણાવી હતી.

Most Popular

To Top