Sports

ખરાબ અમ્પાયરિંગને કારણે પાકિસ્તાન હારી ગયું, થયો હંગામો : શું કહ્યું બાબર આઝમે?

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (PakistanCricketTeam) વન ડે વર્લ્ડ કપના (ICCODIWorldCup) ઇતિહાસમાં પ્રથમ વખત સતત ચાર મેચ હારી છે. ચેન્નાઈમાં (Chennai) 27 ઓક્ટોબરે રમાયેલી રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાએ (SouthAfrica) પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં હાર બાદ બાબર આઝમ (BabarAzam) એન્ડ કંપનીની સેમિફાઈનલમાં (Semifinal) પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની મહત્વપૂર્ણ મેચમાં ડીઆરએસને (DRS) લઈને વિવાદ (Controversy) થયો છે. ખરેખર બાબર બ્રિગેડ 46મી ઓવરમાં મેચ જીતી શકી હોત. આ ઓવરમાં હારિસ રઉફનો (HarishRauf) એક બોલ તબરેઝ શમ્સીના પેડ પર વાગ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાને આઉટ માટે અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો નહોતો. જેથી પાકિસ્તાનની ટીમે ડીઆરએસ લેવાનો નિર્ણય કર્યો હતો.

બોલ ટ્રેકિંગથી જાણવા મળ્યું હતું કે બોલ વિકેટની લાઇનમાં પડ્યો હતો. તેમ છતાં વાઈડ બોલ આપવામાં આવતા હોબાળો થયો હતો. બોલ ટ્રેકિંગમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે બોલ લેગ સ્ટમ્પને ટચ થાય તેમ હતો પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હોવાના લીધે શમ્સી બચી ગયો હતો. ત્યાર બાદ હારિસ મેદાનની વચ્ચે માથું પકડીને બેસી ગયો હતો. હવે આ નિયમને લઈને હોબાળો થયો છે. હરભજન સિંહે અનેક ટ્વિટ દ્વારા આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. બાબરને પૂછવામાં આવ્યું કે શું તેમની ટીમને ડીઆરએસ કોલનો માર સહન કરવો પડ્યો? જેના જવાબમાં બાબરે ટેક્નોલોજીને દોષ આપવાનો ઇનકાર કર્યો હતો. બાબરે મેચ બાદ કહ્યું, ડીઆરએસ તમારી તરફેણમાં અને વિરુદ્ધમાં પણ જઈ શકે છે, તે રમતનો ભાગ છે, કેટલાક નિર્ણયો અમારા પક્ષમાં ગયા જ્યારે કેટલાક અમારી વિરુદ્ધ ગયા હતા.

બાબરે કહ્યું, અમે વર્લ્ડ કપની બાકીની મેચો સારી રીતે રમવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે અંતે અમે ક્યાં પહોંચીએ છીએ. પાકિસ્તાન 46.4 ઓવરમાં 270 રનમાં આઉટ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝે 4 વિકેટ ઝડપી હતી.

ડીઆરએસના નિર્ણય પર હરભજન સિંહ પણ ગુસ્સે થયો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં વર્લ્ડ કપની ક્રિકેટ કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહે પણ ‘ખરાબ અમ્પાયરિંગ’ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હરભજને એક પછી એક અનેક ટ્વીટ કર્યા હતા. આઈસીસીને ટેગ કરતા હરભજને લખ્યું, ખરાબ અમ્પાયરિંગ અને ખરાબ નિયમોના કારણે પાકિસ્તાનને આ મેચ હારવી પડી હતી. આ નિયમ બદલવો જોઈએ, જો બોલ સ્ટમ્પ પર વાગે તો તે આઉટ થઈ જાય છે, અમ્પાયરે આઉટ આપ્યો કે નોટઆઉટ તેનાથી કોઈ ફરક પડતો નથી, નહીં તો ટેક્નોલોજીનો શું ઉપયોગ? આ દરમિયાન હરભજન સિંહે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ સાથે સોશિયલ મીડિયા પર ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. હરભજન સિંહ અમ્પાયરે આપેલા નિર્ણયને સ્વીકારવા તૈયાર નહોતો.

ભજ્જીએ અન્ય ટ્વિટમાં લખ્યું – આજે કોણ જીત્યું કે હાર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી, કોણ રમી રહ્યું છે કે નહીં તેનાથી મને કોઈ ફરક નથી પડતો, પરંતુ નિયમો યોગ્ય નથી…. કાલે તે આપણી સાથે થશે, શું થઈ શકે છે. જો આપણે તેમની (અમ્પાયરની) ભૂલને કારણે ફાઈનલ હારી જઈએ તો? પછી શું થશે? જ્યારે હરભજન સિંહે કહ્યું, ‘મારા મતે તે નોટ આઉટ હતો, અમ્પાયરે બચાવી લીધો હતો.’

Most Popular

To Top