ગાંધીનગર: દિવાળી (Diwali) નજીક આવતા પાકિસ્તાની (Pakistani) જેલમાં (Jail) બંધ ભારતીય (Indian) માછીમારોને (Fisherman) પણ ખુશીના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં (Saurashtra) માછીમારો ઘણાં લાંબા સમયથી તેમના પરિવારના સભ્યની રાહ જોઇ રહ્યા હતા, જેનો આજે અંત આવ્યો છે. પાકિસ્તાની જેલમાં બંધ સૌરાષ્ટ્રના 80 માછીમારોને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પરિવારે આજે રાહતનો શ્વાસ લીધો છે. જેને પગલે ગુજરાતના આ 80 માછીમારોના પરિવારની દિવાળી ખુશખુશાલ થઇ ગઇ છે.
દિવાળી પર્વ નજીક આવતા પાકિસ્તાનમાં બંધક બનાવાયેલા ગુજરાતના 80 જેટલા માછીમારોને મુક્ત કર્યા છે. જેના કારણે આ 80 બંધક માછીમારોની દિવાળી સુધરી ગઇ છે છે. બંધક માછીમારોના પરિવારો લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યાં હતાં.
પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા છે. હવે આ માછીમારો 10 નવેમ્બરે વાઘા બોર્ડર ઉપર પહોંચશે. જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતાં.
મુકત્ત કરાયેલા માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્વારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કરાયા છે. તાજેતરમાં જ 9 ઓક્ટોબરના રોજ બીમારીના કારણે પાકિસ્તાનની કરાંચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપત વાળાનું મોત થયું હતું. તેના મૃતદેહને દુદાણા ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં,