નવી દિલ્હી: પાકિસ્તાનની (Pakistan) કંગાળી હવે દેશના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે. અન્ન તેમજ અન્ય વસ્તુઓ માટે વલખા મારતું પાકિસ્તાનની હાલત દિવસને દિવસે કફોડી થવા લાગી છે. પાકિસ્તાનના કેટલાક મોટો લોકો પોતાના દેશ છોડવા માટે મજબૂર બન્યા છે. જે લોકો પૈસાવાળા છે તેઓ પાકિસ્તાનની આર્થિક હાલતથી તંગ થઈ અન્ય કોઈ દેશમાં જઈને વસવા માટે મજબૂર બન્યા છે ત્યારે પાકિસ્તાનથી એવી ખબર સામે આવી રહી છે કે પાકિસ્તાનના ઈન્ટરનેશનલ એરલાઈન્સના (International Airlines) કેટલાક પાયલોટ (Pilot) પોતોના દેશ છોડવા માટે મજૂબર બન્યા છે.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાન સંસદની ઉડ્ડયન પરની સ્થાયી સમિતિને ગુરુવારે માહિતી આપવામાં આવી હતી કે તાજેતરના ભૂતકાળમાં મોટી સંખ્યામાં પાયલટો દેશ છોડી ગયા છે. દેવામાં ડૂબી ગયેલી સરકારી એરલાઈન્સ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના સીઈઓ આમિર હયાતે જણાવ્યું કે તાજેતરમાં જ 15 પાઈલટ દેશ છોડી ગયા છે. હયાતે કહ્યું કે પીઆઈએ નવા પાઈલટની ભરતી કરવા માંગે છે પરંતુ મંજૂરી મેળવવામાં અસમર્થ છે. સમિતિના અધ્યક્ષ સેનેટર હિદાયતુલ્લાએ કહ્યું કે જેઓ પાઇલટ બનવાનું સપનું જુએ છે તેમનું ભવિષ્ય સંકટમાં આવી શકે છે.
141 પાયલોટના લાઇસન્સ શંકાસ્પદ
પાકિસ્તાને ઘણી વિદેશી એરલાઇન કંપનીઓના ડોલર બંધ કરી દીધા છે, તેથી હવે આ કંપનીઓ પાકિસ્તાની ગ્રાહકોને ડોલરમાં પેમેન્ટ કરીને ટિકિટ ખરીદવાનું કહી રહી છે. સેનેટ સમિતિને એ પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરો ટિકિટ ખરીદવા માટે VPN નો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તેમને પાકિસ્તાનમાં ખરીદેલી ટિકિટો કરતા ઓછા ભાવે ટિકિટ મળી રહી છે. પાકિસ્તાને ગરીબી દૂર કરવા માટે મોટા પાયા પર ટેક્સમાં વધારો કર્યો છે. આટલું જ નહીં, સમિતિની બેઠકમાં એ વાત પણ સામે આવી કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના 141 પાઈલટના લાઇસન્સ શંકાસ્પદ છે.
PIA પર અબજો રૂપિયાનું દેવું
અગાઉ એ વાત સામે આવી હતી કે ઘણા પાકિસ્તાની પાઇલટ્સે પૈસા ચૂકવીને એરલાઇન પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું. આ પછી, ઘણા પાઇલટ્સની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પાયલટોની નકલી ડિગ્રીનો મામલો પણ સામે આવ્યો હતો. PIAએ કહ્યું કે ઘણા પાયલટ નકલી ડિગ્રી સાથે પકડાયા છે અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે પાકિસ્તાનની સરકારી એરલાઇન પીઆઈએને અબજો રૂપિયાની લેણી ચૂકવણી કરવાની છે.