નવી દિલ્હી: ભારતની રહેવાસી અંજુ આ દિવસોમાં પાકિસ્તાની (Pakistan) મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વિઝા લઈને ભારતથી (India) પાકિસ્તાન ગયેલી અંજુએ હવે ત્યાં ઈસ્લામ કબૂલ કરી તેના પ્રેમી નસરુલ્લા (Nasrullah) સાથે લગ્ન કરી લીધા છે. હવે અંજુ જ્યાં ભારતીય મીડિયાના સવાલને ટાળતી જોવા મળી રહી છે. તે જ સમયે તે પાકિસ્તાની મીડિયાને ઘણા ઇન્ટરવ્યુ આપી રહી છે. નસરુલ્લાહ અને સીમાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની લવ સ્ટોરી વિગતવાર જણાવી અને આ દરમિયાન નસરુલ્લાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં.
ઈન્ટરવ્યુ દરમિયાન અંજુના બીજા પતિ નસરુલ્લાએ જણાવ્યું કે એકવાર તે અંજુના કૃત્યથી એટલો ડરી ગયો હતો કે તેણે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો. નસરુલ્લાએ અંજુને પહેલીવાર વીડિયો કોલ પર જોવાની સ્ટોરી શેર કરી હતી. નસરુલ્લાએ જણાવ્યું કે અંજુ સાથે તેની શરૂઆતની વાતચીત ફેસબુક પર થઈ હતી, ત્યારબાદ તેણે સીધો જ વોટ્સએપ નંબર માંગ્યો હતો. આ પછી ચેટ કરવાને બદલે અંજુએ નસરુલ્લાને વીડિયો કોલ કર્યો જેથી તે તેનો ચહેરો જોઈ શકે. નસરુલ્લાએ વધુમાં જણાવ્યું કે અંજુએ તરત જ આવો વીડિયો કોલ કરવાથી તે ડરી ગયો હતો, તેને સમજાતું નહોતું કે શું કરવું. આ પછી નસરુલ્લાએ વીડિયો કોલ ઉપાડ્યો પરંતુ આ દરમિયાન પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. આ પછી નસરુલ્લાએ સીમાને કહ્યું કે તે પાકિસ્તાની છે. સીમાને આ વાતની ખાતરી આપવા માટે તેણે તેના ઘર અને બહારના ફોટા અને વીડિયો મોકલ્યા હતા. ત્યારે અંજુને તેના પર વિશ્વાસ હતો.
નસરુલ્લાએ જણાવ્યું કે તેણે પહેલા અંજુને કહ્યું કે તે તેને પસંદ કરે છે, ત્યારબાદ અંજુ પણ તેને પસંદ કરવા લાગી અને વાત આગળ વધી. અંજુએ પાકિસ્તાન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે નસરુલ્લાએ તેને કહ્યું કે તે પાકિસ્તાનનો છે, તો તેને તે ખૂબ જ ગમ્યું, હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ. પાકિસ્તાન વિશે સાંભળીને મને કોઈ ડર નહોતો લાગ્યો. અમારી મિત્રતા ગાઢ બની અને અમે ફેસબુકથી વોટ્સએપ પર આવીને વાત કરવાનું શરૂ કર્યું. પછી અમે મળવાનું આયોજન કર્યું અને નસરુલ્લાના કહેવા પ્રમાણે તે પાકિસ્તાન પહોંચી ગઈ.