National

પાકિસ્તાનના લાહોરમાં ગુરુદ્વારાને મસ્જિદ ગણાવી તાળુ મારી દીધું, શિખ સમુદાયમાં રોષ

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) લાહોરમાં ફરી એકવાર તંગ પરિસ્થિત ઉભી થઈ છે. ફરી એકવાર પાકિસ્તાનમાં ગુરુદ્વારાને (Gurdwara) મસ્જિદ (Masjid) કહી તેના ઉપર તાળા લગાવવામાં આવી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈટીપીબીએ મુસ્લિમ કટ્ટરપંથીઓ સાથે મળીને ગુરુદ્વારાના દ્વારા ઉપર તેના મુખ્ય દરવાજા ઉપર તાળા (Lock) લગાવી દીધા છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ ગુરુદ્વારાને મસ્જિદ કહી રહ્યાં હતાં. આ ધટના પછી પાકિસ્તાનમાં સ્થિત શિખ સમુદાયના લોકોમાં રોષ ફેલાઈ ગયો છે.

જાણકારી મુજબ પાકિસ્તાનમાં ધટેલી આ ધટના પ્રથમવાર નથી ધટી. બે વર્ષ પહેલા પણ પાકિસ્તાનમાં આવી જ ઘટના ધટી હતી. બે વર્ષ અગાઉ પણ પાકિસ્તાનમાં આવેલ ગુરુદ્વારાને મસ્જિદ કહેવામાં આવી રહી હતી. જો કે આ ધટના ધટી તે સમયે ભારતે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો તેમજ કહ્યું હતું કે તેઓ શિખ સમૂદાય ઉપર અત્યાર કરી રહ્યાં છે. તેમજ ગુરુદ્વારા શ્રદ્ધાનું સ્થાન છે તેમજ શિખ સમૂદાય માટે તે ખૂબ જ પવિત્ર સ્થાન છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાના લાહોરમાં આવેલ આ ગુરુદ્વારા અંગે છેલ્લા ધણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે આ ગુરુદ્વારા શહીદ ગંજના નાલૌખા ક્ષેત્રમાં લાહોરથી થોડું બહાર આવેલું છે. કટ્ટરપંથીઓનું માનવું છે કે આ ગુરુદ્વારા એક સમયે દારા શિકોહનો પ્રખ્યાત મહેલ હતો. દારા શિકોહે તેમના નાના ભાઈ ઔરંગઝેબના હાથે તેમની હત્યા પહેલા લાહોરના ગવર્નર તરીકે સેવા આપી હતી. તે જ સમયે શીખ સમૂદાયનું માનવું છે કે લાહોરના ગવર્નર અને મુઘલ સામ્રાજ્યના પ્રતિનિધિ મીર મન્નુના આદેશ પર હજારો નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર શીખોનો દાવો છે કે મીર મન્નુએ દીવાન કૌરા મલના કહેવા પર મદદ કરવા માટે સંમત થયા બાદ અહીં ગુરુદ્વારા બનાવવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ મુલતાનનો હવાલો મીર મન્નુને આપવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાનમાં વિરોધ કરી રહેલા કટ્ટરપંથીઓનું કહેવું છે કે શીખોએ તેઓની મસ્જિદ પર બળજબરીથી કબજો જમાવ્યો હતો.

Most Popular

To Top