Dakshin Gujarat

ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી યુવતીને બ્રિજ પાસે બોલાવી યુવાને બળજબરીથી ઝેર પીવડાવી દીધું

પારડી: (Pardi) પારડી તાલુકાના ગામે (Village) રહેતા યુવક કલ્પેશ ગોવિંદભાઈ નાયકા એ કોલેજના (College) બીજા વર્ષમાં અભ્યાસ કરતી પારડી તાલુકાની યુવતીને મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામ (Instagram) દ્વારા મેસેજ કર્યો હતો. અને 2 ડિસેમ્બર 2022 ના રોજ મોડી રાત્રે યુવતીને મળવા માટે બોલાવી હતી. જ્યાં તેને બળજબરીથી ઝેર પીવડાવી દીધું હતુ.

  • બગવાડાના બ્રિજ પાસે યુવતીને બોલાવી યુવાને બળજબરીથી ઝેર પીવડાવી દીધું
  • ઇન્સ્ટાગ્રામ ઉપર પરિચય થયા બાદ યુવતીને મળવા બોલાવી હતી
  • યુવતીએ સંબંધ બાંધવાની ના પાડી ભાગી જતા પીછો કરી પાડી નાંખી ઝેર પીવડાવ્યું

કલ્પેશના બોલાવવા પર યુવતી પણ instagram પર યુવકની વાતોમાં આવી જઈ મોડી રાત્રે યુવકને મળવા માટે ગઈ હતી. બાદમાં બંને વાતો કરતા બગવાડા ના નવા બની રહેલ બ્રિજ પાસે પહોંચ્યા હતા, ત્યારે કલ્પેશે યુવતીને સંબંધ રાખવા માટે કહેતા યુવતીએ ના પાડી દીધી હતી અને તે પોતાના ઘર તરફ દોડી ગઈ હતી. ત્યારે કલ્પેશે પણ યુવતીના પાછળ દોડી જઈ ધક્કો મારી તેને નીચે પાડી દીધી હતી. અને પોતાની પાસે રાખેલ ઝેરી પ્રવાહી પીવડાવી દીધું હતું. જેથી યુવતી બેભાન હાલતમાં નીચે પડી જતા હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં યુવક કલ્પેશ નાયકા એ તેના ભાઈ આનંદને ફોન કરી ઇકો કાર લઈ ને સ્થળ પર બોલાવ્યો હતો અને યુવતીને પારડીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.

કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી instagram પર યુવકની વાતોમાં આવી જતા આવી ઘટનાનો વારો આવ્યો છે ત્યારે મોબાઈલ માં instagram પર વાત કરતા નવી પેઢીના યુવક-યુવતીઓ માટે ખતરા ની ઘંટી સમાન આ બનાવથી ચેતવાની જરૂર છે. આ અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પારડી પોલીસ મથકના પીઆઇ મયુર પટેલ અને પીએસઆઇ આર.કે. દોડીયા ની ટીમે ગણતરી ના કલાકો માં આરોપી કલ્પેશ નાયકા ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

પારડીના ગોયમાં ગામે પાવર પ્રોજેકટ વાળી જગ્યામાંથી નરકંકાલ મળી આવતા ચકચાર
પારડી : પારડી તાલુકાના ગોયમાં ગામે નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની પાવર પ્રોજેકટ ની ખેતર વળી જગ્યામાં મંગળવારે નહેરની બાજુમાં કચરો સળગાવ્યા બાદ મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી જ્યાં એક હાડપીંજર મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જોકે તે કોનું છે અને અહીં કેવી રીતે આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મૈના ફાર્મની બાજુમાં નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની દ્વારા જ્યાં પાવર પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે. તેની નજીકમાં આજે કેટલીક મહિલાઓ નહેરની નજીકમાં કચરો સળગાવી દીધા બાદ લાકડા એકત્ર કરવા ગઈ હતી. જોકે તે જ સમયે ત્યાં એક વ્યક્તિનું હાડપીંજર મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થળ ઉપર થી મળતી વિગતો મુજબ મળેલ હાડપીંજર કોઈ પુરુષનું હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે સ્થળ ઉપર થી જીન્સ નું પેન્ટ અને ગળામાં પહેરેલ ચૅઇન અને ગણેશજીનું લોકેટ મળી આવ્યું હતું.

ઘટના ની જાણ પોલીસ ને થતા સ્થળ ઉપર પહોંચી ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે જ્યાં હાડપીંજર મળ્યું છે એ સ્થળે ઘાસ હોવાથી જલ્દી થી કોઈ જતું નથી એટલે કચરુ સાફ કરવા તેમાં આગ લગાવવામાં આવે છે. તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ કચરુ સળગાવી દેવામાં આવ્યું હતું અને મહિલાઓ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે અર્ધ સળગેલી હાલત માં ધડ નો ભાગ મળી આવ્યો હતો જેને જોતા મહિલાઓ ડરી ગઈ હતી.

Most Popular

To Top