નવી દિલ્હી: પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રી (Foreign Minister) બિલાવલ ઝરદારી ભુટ્ટોએ (Bilawal Zardari Bhutto) પીએમ નરેન્દ્ર (PM Modi) મોદીનો ઉલ્લેખ કરીને અભદ્ર ટિપ્પણી કરતા વિવાદનો મધપૂડો છંછેડાઇ ગયો હતો. જેને લઇને બીજેપીમાં ભારે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. હવે આ વિવાદનો ગુસ્સો લાવા બનીને ફાટી નીકળ્યો છે. બીજેપીના કાર્યકર્તાઓ પાકિસ્તાનના દૂતાવાસ નજીક તીન મૂર્તિ માર્ગ ઉપર એકત્ર થયા હતા. અને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન શરુ કરી દેતા આખો મામલાએ તંગદિલીના રંગે રંગાઈ ગયો હતો.અને પાકિસ્તાન હાય-હાય અને પાકિસ્તના મુર્દાબાદના નારાઓ લાગવીને રોષ ઠાલવ્યો હતો. બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ગુરુવારે ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમને ન બોલવા જેવા વાક્યથી નવાજ્યા હતા જે ખુબ જ શરમ જનક વિષય બની ગયો છે.
ભાજપ દેશભરના તમામેં તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે
આ મુદ્દાને લઈને ભાજપે કહ્યું હતું કે દેશભરના તમામેં તમામ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પાર્ટીએ આ સંદર્ભમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભાજપના કાર્યકરો દેશભરમાં અલગ-અલગ સ્થળોએ પાકિસ્તાન અને પાકિસ્તાની વિદેશ મંત્રીના પૂતળા બાળશે. એટલુંજ નહિ આ સાથે જ પાકિસ્તાની વિદેશ મંત્રીના શરમજનક નિવેદનને લઇને સખત શબ્દોમાં નિંદા કરવામાં પણ આવશે.
- પાકિસ્તાની (Pakistan) વિદેશ મંત્રીની ગુસ્તાખી ભર્યું વલણ
- બીજેપીમાં ભારે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનું સર્જન થયું
- બીજેપીના કાર્યકર્તા પાકિસ્તાનના દૂતાવાસ નજીક એકત્ર થયા
કાર્યકરો પાકિસ્તાન એમ્બેસીમાં પ્રવેશ કરવા માટે આતુર બન્યા હતા
પાકિસ્તાન દૂતાવાસ નજીક જયારે ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થઈને દેખાવ કરી રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસે ભાજપના કાર્યકરોને પાક એમ્બેસી તરફ સતત આગળ વધતા રોકવા માટે બેરિકેડ લગાવી દીધા હતા. જો કે રોષે ભરાઈને બેબાકળા થયેલા ભાજપના કાર્યકરોએ બેરિકેડ્સની પ્રથમ લાઇન તોડી નાખી ને દૂતાવાસમાં પ્રવેશવા માટે પ્રયત્ન કર્યો હતો .અને આગળ વધતા સમાપ્તિ રેખા પણ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલમાં પોલીસે ભાજપના અનેક કાર્યકરોની અટકાયત કરીબને કસ્ટડીમાં લીધા છે. તેમને રોકવા માટે પોલીસે વોટર કેનન પણ લગાવી દીધી હતી.
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં ભારત ક્યાંય પાછળ નથી
આ સમયે બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ પાક દૂતાવાસની પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અછૂત બની ગયેલા પાકિસ્તાને પીએમ મોદીને ટાર્ગેટ કરીને ટિપ્પણી કરી સસ્તી પ્રસ્સિધી મેળવવાનો મરણીયો પ્રયાસ કર્યો છે.. આવા સમયે ભારતે હંમેશા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય યુવાનો હંમેશા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા રહેશે.
બિલાવલ ભુટ્ટો તો પાકિસ્તાની પપ્પુ છે
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિલાવલ ભુટ્ટોનેતો પાકિસ્તાનના પપ્પુ માનવામાં આવે છે. તેમણે સસ્તી પ્રસ્સિધી મેળવવા માટે અને લાઈમલાઈટમાં બન્યા રહેવા માટે માટે આવા વિવાદસ્પદ નિવેદનો આપ્યા છે. બિલાવલ ભુટ્ટોની માતાનું આતંકી હુમલામાં મોત થયું હતું. હવે જ્યારે ભારત આતંકવાદીઓ સામે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે બિલાવલ આતંકવાદીઓની સાથે ઉભા છે.
પીએમ મોદીને ગુજરાતનો કસાઈ કહ્યા હતા
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ગુરુવારે ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને ગુજરાતનો કસાઈ કહ્યા. તેણે કહ્યું, ‘હું ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પરંતુ ‘ગુજરાતનો કસાઈ’ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે.’
ભારત સરકાર હિટલરથી પ્રભાવિત છે
અહીં તેઓ અટક્યા ન હતા અને તેમણે આગળ વાત કરતા કહ્યું હતું કે, “મોદી વડાપ્રધાન બનતા પહેલા અમેરિકાએ તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે બંને ભારતના વડાપ્રધાન નથી પરંતુ આરએસએસના વડાપ્રધાન અને વિદેશ મંત્રી છે. પાકિસ્તાન ભારતના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત ગાંધીની વિચારધારામાં વિશ્વાસ કરવાને બદલે તેમના હત્યારાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે. ભારત સરકાર હિટલરથી પ્રભાવિત છે.