નવાઇ પમાડે એવી ઘટનાઓ પાકિસ્તાનની ચૂંટણી દરમિયાન અને પછીથી બની ગઇ. ચાલુ રાજકર્તાઓએ પાકિસ્તાન વિરુધ્ધ આપણામાં એટલું ઝેર ભરી દીધું છે કે પાકિસ્તાનને કોઇ મુશ્કેલી નડે તો તેમાં આપણે ખુશ થઇએ છીએ. ટામેટાના, કાંદાના કે પેટ્રોલના ભાવ વધે એટલે રાજકર્તાઓના પાળેલા માણસો મિડિયામાં નાચગાન કરવા માંડે છે. જે યોગ્ય નથી. પરંતુ તાજેતરમાં ત્યાં યોજાઇ ગયેલી સંસદની ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટીએ સૌરાષ્ટ્રની ભાષામાં વાત કરતા બધદાટી બોલાવી દીધી! ઇમરાનની પાર્ટીને ગેરકાયદે જાહેર કરી એટલે ચૂંટણીમાં તેના કોઇ ઉમેદવાર ઊભા રહી શકે નહીં.
આથી એ પાર્ટીના કાર્યકર નેતાઓએ સ્વતંત્ર ઉમેદવારો તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરી, ગેરકાયદે ઠરવાને કારણે પક્ષ કોઇ પ્રચાર ન કરી શકે. સભા યોજી ન શકે એવા નિયમો પણ ઘડયા. પાકિસ્તાનના લશ્કર અને સજા પામેલા પૂર્વ પ્રધાનમંત્રી ગમે તેમ કરી ઇમરાન ખાનની પાર્ટીને નેસ્તનાબૂદ કરવા માગતા હતા અને નવાઝ શરીફ જેને ભ્રષ્ટાચારના આરોપસર સજા થઇ તેને પ્રધાનમંત્રીપદે બેસાડવા માગતા હતા. પરંતુ પ્રજાએ કંઇક જુદુ જ ધાર્યું. જેમ ભારતમાં મોદી આદુ ખાઇને કોંગ્રેસને ખતમ કરવા માંગે છે તેના નેતાઓને ધાકધમકી બ્લેકમેઇલ કરી કોંગ્રેસ છોડવા મજબૂર કરે છે.
કોંગ્રેસી ધારાસભ્યોને ખરીદી તેની સરકારો ગબડાવી વિપક્ષની પાટલી પરથી કૂદકો મારી સીધા સરકારી બેંચો પર બેસી જનતાએ હરાવ્યા હોવા છતાં હલકટ તોર તરીકા અપનાવી સરકારો બનાવી રાજ ચલાવવા લાગ્યા અને 69 લાખ બનાવટી મતો યુપીમાં નંખાવી સંખ્યાબંધ બેઠકો કબજે કરાવી મોજથી રાજ કરવા લાગ્યા તેવું પાકિસ્તાનમાં બને એમ લાગતું નથી. ઇમરાન ખાનના 92 પૈકી એક પણ સાંસદ આઘોપાછો થયો નથી. બધા અડીખમ ઊભા રહ્યા તે પાકિસ્તાનની લોકશાહીએ વિશ્વમાં પોતાના દેશની ઇજ્જત સ્થાપિત કરી દીધી અને મોદીએ ખોટી રીતરસમો અપનાવી ઇવીએમમાં ઘાલમેલ કરી જીતો મેળવી વિશ્વભરમાં દેશને બદનામ કરાવી નાંખ્યો. પહેલાં લોકશાહીનું નામ પડે એટલે ભારત યાદ આવતું. આજે પાકિસ્તાન યાદ આવે એવી સ્થિતિ ઇમરાનના સાંસદોએ કરી દીધી.
સુરત – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.