નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 22મી મેચમાં પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) મેદાનમાં ઉતરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના (Chennai) એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં સાત વિકેટે 282 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને જીતવા માટે 283 રન બનાવવા પડશે.
પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટે 282 રન બનાવ્યા હતા. તેણે અફઘાનિસ્તાનને 283 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને અબ્દુલ્લા શફીકે અડધી સદી ફટકારી હતી. બાબરે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. અબ્દુલ્લા શફીકે 58 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરોમાં શાદાબ ખાન અને ઈફ્તિખાર અહેમદે શાનદાર બેટિંગ કરીને ટીમને 282 રન સુધી પહોંચાડી હતી. બંનેએ 40-40 રનનું યોગદાન આપ્યું હતું. સઈદ શકીલે 25 અને ઈમામ ઉલ હકે 17 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાન માત્ર આઠ રન બનાવી શક્યો હતો. શાહીન આફ્રિદી ત્રણ રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી નૂર અહેમદે ત્રણ અને નવીન ઉલ હકે બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ નબી અને અઝમતુલ્લા ઓમરઝાઈને એક-એક સફળતા મળી.
અફઘાનિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટ), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, નૂર અહેમદ.
પાકિસ્તાનની પ્લેઇંગ 11 ટીમ: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ.