રાજસ્થાનના અલવરમાંથી એક મોટો જાસૂસી કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે ઓપરેશન “સિંદૂર” અંતર્ગત ISI માટે જાસૂસી કરવાના આરોપસર મંગત સિંહ નામના...
વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા...
ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની નકલી બેંક ગેરંટી કેસમાં મની...
જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ...
સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક...
કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં...
નોબેલ શાંતિ પુરસ્કાર લગભગ એવી વ્યક્તિને મળતો હોય છે, જેને તે પુરસ્કાર મળવાનો છે, એવી કોઈએ કલ્પના પણ ન કરી હોય. નોર્વેજીયન...
અતિ સુંદર રાજાની કુંવરી, મોહિની જેટલી સુંદર એથી વધુ બુદ્ધિશાળી તેના લગ્ન માટે સ્વયંવર ગોઠવાયો. કુંવરીએ કહ્યું, ‘‘પિતાજી હું સ્વયંવરમાં માત્ર જોઇને...
અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધની શરૂઆત થતી દેખાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા વધારાના...
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને કોઈ વિવાદ વિના પણ વિવાદો ઊભા કરવાની આદત છે. તેમના રાજકીય જીવનમાં વિવાદોનો સૌથી મોટો સ્રોત વારંવાર...
ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી ગયા છે. જગદીશ વિશ્વકર્માએ સી. આર. પાટીલની જગ્યા લઇ લીધી છે પણ ભાજપમાં કદાચ પહેલી વાર એવું...
જ્યારે પણ સરકારી નોકરી માટે જાહેરાતો આવે છે ત્યારે નોકરી લેવા માટે લાખો ઈચ્છુકો ઉમટી પડે છે. સરકારી નોકરી માટે ભીડ લાગવા...
વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો નોબેલ પુરસ્કાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કર્યો છે. શુક્રવારે 2025 નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યા...
દિવાળીના થોડા દિવસો પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. કોર્ટે કહ્યું, “દિલ્હી-એનસીઆરમાં ફટાકડા...
વોર્ડ નં. 8માં VMCની લાલ આંખ: લારી-ગલ્લા ખસેડી રોડ ખૂલ્લા કરાતા રાહત; શહેરમાં ફૂટપાથ પરના દબાણો સામે તંત્ર ક્યારે સકંજો કસશે? વડોદરા...
ભારતની મુલાકાતે આવેલા તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ બગરામ એરબેઝ કોઈને સોંપશે નહીં. તેમણે એમ પણ...
વડોદરા પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 13 કામોને મંજૂરી અપાઈ સફાઈ વ્યવસ્થા માટે 20 નવા ટ્રેક્ટર ખરીદવાના નિર્ણયને લીલી ઝંડી વડોદરા :;મહાનગરપાલિકાની સ્થાયી...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો છતાં વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. સમિતિના અધ્યક્ષે સમજાવ્યું કે ટ્રમ્પને કેમ અવગણવામાં આવ્યા...
જાળવણીનો લૂલો પ્રયાસ કે કાયમી ઉકેલ? પાલિકાની નિષ્ફળતાનો ઈતિહાસ: મંગળ બજાર અને માંડવી જેવી જર્જરિત દશાની ભીતિ; વર્ષો જૂના ફૂલ વેપારીઓનું અસ્તિત્વ...
પાલિકા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો 1 જુલાઈ 2025થી અમલ, કર્મચારીઓને નવેમ્બરથી સુધારેલા દરે ભથ્થું મળશે, પેન્શનરોને ઓક્ટોબરથી લાભ વડોદરા:...
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર વ્હાઇટ હાઉસ ગુસ્સે છે. વ્હાઈટ હાઉસે આ નિર્ણયને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો...
રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે એડહોક બોનસ જાહેર કર્યો વર્ગ-4ના કર્મચારીઓને રૂ.7000 સુધીનો એડહોક બોનસ મળશે વડોદરા: રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા...
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં ગુરુવારે મોડી રાત્રે મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી, DGP શત્રુજીત કપૂર અને રોહતકના SP...
ગાઝામાં બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે આજે તા. 10 ઓક્ટોબર બપોરથી યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો...
એશિયા કપ 2025નો વિવાદ હજુ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. એશિયા કપ જીત્યા બાદ પણ ભારતને તે ટ્રોફી હજુ મળી નથી....
લાહોર સહિત અનેક પાકિસ્તાની શહેરોમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. પોલીસ અને ઇસ્લામિક કટ્ટરવાદી જૂથ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) ના સમર્થકો વચ્ચે...
વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને સરમુખત્યારશાહીને બદલે લોકશાહીમાં...
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં આજે તા. 10 ઓક્ટોબરથી શરૂ થયેલી બીજી ટેસ્ટના પહેલાં દિવસે ટોસ જીતીને ભારતીય કેપ્ટન શુબમન ગિલે પહેલી બેટિંગ...
બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પોતાના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પોતાની છબી અને...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
રાજસ્થાનના અલવરમાંથી એક મોટો જાસૂસી કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે ઓપરેશન “સિંદૂર” અંતર્ગત ISI માટે જાસૂસી કરવાના આરોપસર મંગત સિંહ નામના યુવાનની ધરપકડ કરી છે. તે પાકિસ્તાની મહિલા હેન્ડલર દ્વારા હનીટ્રેપમાં ફસાઈ ગયા બાદ બે વર્ષથી ગુપ્ત ભારતીય સૈન્ય માહિતી લીક કરતો હતો.
રાજસ્થાન ઇન્ટેલિજન્સે અલવર જિલ્લાના ગોવિંદગઢ વિસ્તારના રહેવાસી મંગત સિંહની ધરપકડ કરી છે. તપાસ મુજબ મંગત સિંહ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે ભારતની માહિતી મોકલતો હતો. ઓપરેશન “સિંદૂર” અંતર્ગત તે લાંબા સમયથી દેખરેખ હેઠળ હતો. અંતે પુરાવા મળ્યા બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.
અલવર વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. કારણ કે અહીં સેનાના ઘણા મહત્વપૂર્ણ છાવણી ક્ષેત્રો આવેલાં છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મંગત સિંહે આ વિસ્તારોની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની એજન્ટ્સને મોકલી હતી.
પાકિસ્તાની મહિલા ઈશા શર્મા દ્વારા હનીટ્રેપ
તપાસમાં ખુલ્યું છે કે મંગત સિંહને ઈશા શર્મા નામની પાકિસ્તાની મહિલા હેન્ડલરે હનીટ્રેપમાં ફસાવ્યો હતો. શરૂઆતમાં તે સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યો અને ધીમે ધીમે ગોપનીય માહિતી મેળવવા માટે તેને પૈસાની ઓફર કરવામાં આવી હતી. ઈશા શર્મા સાથે નિયમિત સંપર્કમાં રહીને મંગત સિંહે સેનાની તૈનાતી, છાવણી વિસ્તારોની તસ્વીરો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો ISIને મોકલવાની કબૂલાત આપી છે.
સોશિયલ મીડિયા દ્વારા માહિતી લીક
મંગત સિંહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ISIના હેન્ડલર્સ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહેતો હતો. ઓપરેશન “સિંદૂર” દરમિયાન ગુપ્તચર વિભાગે તેના મોબાઇલ અને ઓનલાઇન એકાઉન્ટ્સ પરથી પુરાવા મેળવ્યા. તેમાં સેનાના સંવેદનશીલ વિસ્તારો વિશેની માહિતી, ફોટા અને વીડિયો સામેલ હતા.
કેસ 10 ઓક્ટોબરે નોંધાયો
જયપુરના સ્પેશિયલ પોલીસ સ્ટેશનમાં તા. 10 ઓક્ટોબર 2025ના રોજ આ મામલામાં કેસ નોંધાયો છે. ત્યારબાદ CID ઇન્ટેલિજન્સ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ મંગત સિંહને પકડ્યો. હાલ તે સેન્ટ્રલ ઇન્ટ્રોગેશન સેન્ટર જયપુર ખાતે કડક પૂછપરછનો સામનો કરી રહ્યો છે.
અલવરનો આ જાસૂસી કેસ માત્ર રાજસ્થાન માટે જ નહીં પણ દેશની આંતરિક સુરક્ષા માટે પણ ચેતવણીરૂપ છે.