Top News

More Posts

   The Latest

Most Popular


ગાય ઢોર પાર્ટીના કર્મચારીને રસ્સો ફસાઇ જતા ફતેપુરા સુધી ઢસડી ગઇ હતી
રખડતા ઢોર પકડતી વખતે પશુપાલકોએ બુમો પાડી ગાયો દોડાવી હતી
વડોદરા તા.10
વારસીયા વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ ગાયે પકડી હતી. ત્યારે પશુપાલકોએ બુમો પાડી ગાય દોડાવી હતી. ત્યારે રસ્સો એક કર્મચારીના પગમાં ફસાઇ જતા ગાય તેમને ફતેપુરા ચાર રસ્તા સુધી ઢસડી ગઇ હતી. જેમાં સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવતા પોલીસે બે પશુપાલકો સામે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખામા સુરપરવાઇઝર તરીકે નોકરી કરતા વિજયકુમાર હરીરામ યાદવ ગત 9 ઓક્ટોબરના રોજ અન્ય સ્ટાફના જવાનો સાથે સાથે દક્ષીણ ઝોન વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરી રહ્યાં હતા. તે દરમ્યાન જુના આરટીઓ રોડ સાંઈબાબા મંદીર પાસે આવતા રોડ ઉપર ચારથી પાંચ ગાયો જોવા મળતા ઢોર પાર્ટીના કર્મચારીઓએ બે ગાયોને પકડી રસ્સા પડે બાંધી દીધી હતી અને ત્રીજી ગાયને પકડવા માટે રસ્સો નાખી પકડતા બે પશુપાલકોએ શંકરભાઈ પુંજાભાઈ રબારી તથા જૈમીન ગોપાલભાઈ રબારી (બન્ને રહે. ખારી તલાવડી રબારીવાસ મેલડી માતાના મંદીર કુંભારવાડા) એ ઈરાદાપુર્વક જોરજોરથી બુમો પાડી ગાયને ભગાડતા સ્ટાફના મહેશ ધવલભાઈ પટેલના પગમાં રસ્સો ફસાઈ જતા ગાય ફતેપુરા ચાર રસ્તા સુધી ઢસડી ગઇ હતી. જેમાં તેમને ઇજાઓ પહોંચી હતી. જેથી સુપરવાઇઝરે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શંકર તથા જૈમિન રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

To Top