જાંબુઘોડા: જાંબુઘોડા તેમજ છોટાઉદેપુરના જંગલોમાં લાખોની સંખ્યામાં સીતાફળના વૃક્ષો આવેલા છે. છોટાઉદેપુરના RFO નિરંજન રાઠવા જણાવે છે કે, સીતાફળના ઝાડ આદિવાસી સમાજ...
નસવાડી: નસવાડી તાલુકાના બરોલીથી હરિપુરા વદેસિયા રોડ પંચાયત માર્ગ મકાન વિભાગનો છે. 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. ડામર રસ્તો ઘસાઈ જતા...
ડોક્ટર્સની નેશનલ લેવલની કોન્ફરન્સનુ આયોજન વડોદરામાં થયું, શહેર, રાજ્ય તથા દેશ ના જાણીતા મેડિકલ પ્રેક્ટિશનર્સ હાજર રહ્યા ‘સેતુ’ સંસ્થા ના માધ્યમ થી...
મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ શનિવારે કહ્યું કે ડિજિટલ યુગમાં છોકરીઓ નવી સમસ્યાઓ અને ધમકીઓનો સામનો કરી રહી છે. ટેકનોલોજી સશક્તિકરણ નહીં,...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તા. 11 ઓક્ટોબર તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દ્વારકામાં પધાર્યા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શીશ ઝુકાવી દર્શન...
ભારતે વિશ્વ મંચ પર ઇતિહાસ રચ્યો છે. શેરી સિંહને મિસિસ યુનિવર્સ 2025નો તાજ પહેરાવવામાં આવ્યો છે, જે આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ વિજય...
શુક્રવારે દિલ્હીમાં અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારો પર પ્રતિબંધ અંગે વિવાદ ઉભો થયો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી...
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં ખૂબ જ ખરાબ ગુણવત્તાનું ભોજન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. બોયઝ...
ભારતમાં હવે ટૂંક સમયમાં ChatGPT મારફતે સીધું જ UPI પેમેન્ટ કરવું શક્ય બનશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ આ નવી સુવિધા...
શહેરના પાંડેસરા વિસ્તારના એક મકાનમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડાયું છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો...
ઉધના ખાતે હાલમાં જ ભાજપ કાર્યાલયમાં થયેલા લાફા પ્રકરણની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. ઉધના...
સુરત. ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજ રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન...
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજે 11 ઓક્ટોબરે મેચનો બીજો...
વડોદરા શહેર પોલીસનો દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર સપાટો વડોદરા તારીખ 11 આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર...
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર ફોર્મ બતાવી રહ્યો છે. ગઈ તા. 11 ઓક્ટોબર, શનિવારના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટના...
( પ્રતિનિધી )વડોદરા,તા.11 વડોદરામાં સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહ વાહી લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાવપુરા...
ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને રાજકીય રીતે ચર્ચામાં રહેલા પવન સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ બિહાર વિધાનસભા ચૂંટણી લડશે નહીં. સોશિયલ મીડિયા...
કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટીડીઓને રજૂઆત કાલોલ : કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર દ્વારા તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત બનેલા...
કવાંટ : કવાંટ તાલુકાના ખંડીબારા ગામે રહેતા રાઠવા સૂખદેવભાઈ રમેશભાઈ પોતાની ગાડી ઇકો ગાડી લઈને કવાંટ કોઈ કામકાજ માટે આવ્યા હતા. કામકાજ...
દાહોદ એપીએમસીમાં આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સહકારી સંઘમાંથી બે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા.. એપીએમસીના ઇલેક્શનમાં વેપારીમાંથી ચાર, ખેડૂતમાંથી 18 મળી 24 ઉમેદવારો...
રાજસ્થાનના અલવરમાંથી એક મોટો જાસૂસી કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે ઓપરેશન “સિંદૂર” અંતર્ગત ISI માટે જાસૂસી કરવાના આરોપસર મંગત સિંહ નામના...
વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા...
ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની નકલી બેંક ગેરંટી કેસમાં મની...
જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ...
સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક...
કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં...
નોબેલ શાંતિ પુરસ્કાર લગભગ એવી વ્યક્તિને મળતો હોય છે, જેને તે પુરસ્કાર મળવાનો છે, એવી કોઈએ કલ્પના પણ ન કરી હોય. નોર્વેજીયન...
અતિ સુંદર રાજાની કુંવરી, મોહિની જેટલી સુંદર એથી વધુ બુદ્ધિશાળી તેના લગ્ન માટે સ્વયંવર ગોઠવાયો. કુંવરીએ કહ્યું, ‘‘પિતાજી હું સ્વયંવરમાં માત્ર જોઇને...
અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધની શરૂઆત થતી દેખાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા વધારાના...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
જાંબુઘોડા:
જાંબુઘોડા તેમજ છોટાઉદેપુરના જંગલોમાં લાખોની સંખ્યામાં સીતાફળના વૃક્ષો આવેલા છે. છોટાઉદેપુરના RFO નિરંજન રાઠવા જણાવે છે કે, સીતાફળના ઝાડ આદિવાસી સમાજ માટે આશિર્વાદ સમાન છે. તેઓ સીતાફળ વેચી જે આવક થાય એનાથી જીવન ગુજરાન ચલાવે છે.

સ્થાનિક ભાષામાં અનુરા તરીકે ઓળખાતા સીતાફળ સંપૂર્ણ ઓર્ગેનિક ફળ હોઇ એની માંગ ખૂબ જ રહેતી હોય છે . જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તાર તેમજ છોટાઉદેપુર ના સીતાફળની અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માંગ હોય છે. જાંબુઘોડાના પોયલી તેમજ જબાણ જંગલ વિસ્તારમાં સૌથી વધુ સીતાફળના વૃક્ષો આવેલા છે, એમ જાંબુઘોડા RFO શૈલેન્દ્રસિંહ રાઉલજી જણાવે છે.

જાણવા મળ્યા મુજબ 13,762 હેક્ટરમાં પથરાયેલ જાંબુઘોડા અભયારણ્ય તેમજ સમૃદ્ધ વન્ય સંપદાથી સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતા સીતાફળના વૃક્ષો આ જિલ્લાઓ ના આદિવાસી સમાજ માટે પુરક રોજગારી આપી રહ્યા છે. અનેક ઇમારતી વૃક્ષો, ઔષધિય વનસ્પતિ, ચારોળી સહિત સીતાફળના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળે છે.
પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા ઘોઘંબા સહિત હાલોલ તાલુકાના કેટલા ગામોમાં તથા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલોમાં કુદરતી રીતે જ સીતાફળના ઝાડો ઉગી નિકળે છે. જ્યારે સંખેડા પંથકમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સીતાફળની ખેતી થતી હોય છે પોતાની માલિકીના જમીનમાં ઉગતા ઝાડો પરથી માલિક પોતે જ ફળોનું વેચાણ કરે છે જયારે જંગલમાં કે પંચાયતની જમીનમાં રહેલા ઝાડોને ગામની સહિયારી મિલકત ગણવામાં આવે છે.

અહીંના આદિવાસી સમાજના લોકો સવારની પહોરમાં જંગલમાં જઇ સીતાફળનો પાક ઉતારી એક જગ્યા પર એકત્ર કરે છે. જયાં સીતાફળની છટણી કરી ક્રેટ તેમજ બોક્ષમાં પેકીંગ કરી વાહનોમાં લોડ કરવામાં આવે છે. અહીંના સીતાફળ અમદાવાદ, બરોડા, ભરૂચ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોકલવામાં આવે છે.

કુદરતી રીતે જ ઉગી નિકળતા આ ઝાડોના ઉછેર માટે કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી રીતે જ ઉછરતા આ ઝાડો પર થતાં ફળો સંપૂર્ણ ઓર્ગેનિક હોઇ તેની ખૂબ જ માંગ રહેતી હોવાનું જાણકારોનું કહેવું છે. ઓર્ગેનિક હોવાને કારણે આ ફળો ખાવામાં ખૂબ જ મીઠા હોય છે.
સીતાફળના ઝાડના ઔષધિય ગુણોને કારણે પણ અહીંના લોકોમાં તેનું અનેરૂં મહત્વ છે. અહીંના લોકો તેમના જાનવરોને જો કોઇ ઘા વાગે કે ગાંઠ ગુમડું થાય તો સીતાફળના પાન અને બીને વાટી તેનો લેપ કરે છે. માણસને ઘા થાય કે ગોળ ગુમડું થાય તો સીતાફળના કાચા ફળને ઘસીને તેનો લેપ કરે છે.
કોલ ગામના ફુલસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારથી જોઇએ છીએ કે, અમારા વડીલો સીતાફળને વેચીને આવક મેળવતા હતા. અમે પણ સવારમાં જંગલમાંથી સીતાફળ તોડી લાવી એકત્ર કરીએ છીએ. અહીંથી ગાડી ભરીને ભરૂચ, અમદાવાદ, વડોદરા અને સુરતના માર્કેટમાં જાય છે
વીસ કિલોના રૂા. 400 થી 500 ના ભાવે વેચાતા સીતાફળનો વીસ કિલોની પેટીમાં પેક કરીને વેચાણ કરવામાં આવે છે. એક કુંટુંબ પ્રતિ વ્યક્તિદીઠ એક દિવસમાં રૂા. 2000 સુધીની આવક રળી લે છે. આમ, પંદર દિવસથી માંડી વીસ દિવસ સુધી ચાલતી સીતાફળ હાર્વેસ્ટિંગની સિઝન દરમિયાન એક કુંટુંબ વીસ થી ત્રીસ હજાર રૂપિયાની આવક મેળવે છે.
આમ, જાંબુઘોડા અભયારણ્ય સહિત છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા આદિવાસી જિલ્લાની પ્રજા રોજગારીના ટાંચા સાધનો વચ્ચે જીવન વ્યાપન કરે છે એવામાં કુદરતની ભેટ સમાન સીતાફળ અહીંના લોકોને આજીવિકા રળી આપવાનું કામ કરી રહ્યા છે