Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 140 રનથી હરાવ્યું છે. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 146 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રવિન્દ્ર જાડેજાએ 4, સિરાજ-કુલદીપે 3, કુલદીપે 2 અને સુંદરે 1 વિકેટ ઝડપી છે.

મેચમાં, ભારતીય ટીમે પોતાનો પહેલો દાવ 5 વિકેટે 448 રન પર ડિકલેર કર્યો હતો. ભારતે પોતાના પહેલા દાવના આધારે 286 રનની લીડ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાના પહેલા દાવમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં વેસ્ટઈન્ડિઝની આખી ટીમ 146ના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ બીજા દાવમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું. પ્રવાસી ટીમે 50 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી. રવિન્દ્ર જાડેજાએ જોન કેમ્પબેલ (14), બ્રાન્ડન કિંગ (5) અને શાઈ હોપ (1) ને આઉટ કર્યા. મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ (8) ને આઉટ કર્યા. ચાઇનામેન કુલદીપ યાદવે કેપ્ટન રોસ્ટન ચેઝને સસ્તામાં આઉટ કર્યો.

ભારતના ત્રણ બેટ્સમેને સદી ફટકારી
ભારતની પહેલી ઇનિંગમાં કેએલ રાહુલ, ધ્રુવ જુરાલ અને રવિન્દ્ર જાડેજાએ સદીનું યોગદાન આપ્યું. ઓપનર કેએલ રાહુલે 197 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ રાહુલની ટેસ્ટમાં 11મી સદી હતી. ઘરઆંગણે આ તેની બીજી ટેસ્ટ સદી હતી.

ધ્રુવ જુરાલે 210 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા. જ્યારે જાડેજાએ 176 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા. આ જુરાલની પહેલી ટેસ્ટ સદી અને જાડેજાની છઠ્ઠી ટેસ્ટ સદી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે રોસ્ટન ચેઝે બે વિકેટ લીધી.

To Top