Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં વર્ષાઋતુ ચાલી રહી છે. વર્ષા મન મુકીને વર્ષી રહી છે. અત્યારે દરેક વ્યકિત એક જ વૃક્ષ ઉછેરે તો લીલી હરીયાળી ધરતી પર થઇ જાય. જયાં જગ્યા છે તે ગામ અને શહેર દરેક જગ્યાએ આસોપાલવ ઉગાડી શકાય જે સીધા જ ઊંચે જતા હોય છે તેવા વૃક્ષો પણ ઉગાડી શકાય પહેલાં ગામડાઓમાં ગામના પાદરે કે ઘરના વાડા પાછળ ઘણા વૃક્ષો હતા. દૂરથી જ ખબર પડી જતી કે ત્યાં કોઇ ગામ છે. ખેતરોના શેઢા પર પણ વૃક્ષો હતા, પક્ષીઓ માળા ગુંથતા હતા, વટેમાર્ગુ વૃક્ષની છાયામાં વિસામો કરતા આજે સીમમાં પણ વૃક્ષો રહ્યા નથી. આજે વૃક્ષારોપણ થાય તો વધુ પણ એનો ઉછેર બરાબર થતો નથી. એની કાળજી રખાતી નથી. જયાં જગ્યા છે ત્યાં ફૂલોના અને ફળફળાદીના વૃક્ષો પણ ઉગાડી શકાય. જયાં પાણીની નહેરો છે તેની પાળ ઉપર પણ વૃક્ષો ઉગાડી શકાય. ઘણી નહેરો પર વૃક્ષો હતા તેને કાપી નંખાયા છે. વૃક્ષારોપણથી તાપમાન પર પણ નિયંત્રણ થાય છે વૃક્ષો એ તો સૃષ્ટિની શોભા છે આપણે વડ, લીંમડા પીપળા પણ વધુ ઉગાડવા જોઇએ. પીપડો  ચોવિસ કલાક ઓકિસજન આપે છે વધુ વૃક્ષો હોય તો દિવસે તે વધુ ઓકિસજન આપે છે જેથી હવામાન શુધ્ધ રહે છે. વધુ વૃક્ષ વાવો અને હરિયાળી લાવો.
નવસારી           – મહેશ નાયક       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અશાંત ધારા હેઠળ મિલકત તબદીલ ન કરવા દેવી કોના ફાયદામાં
સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં ‘અશાંત ધારા’ હેઠળ મિલકત તબદીલ કરવા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવી આવશ્યક છે. સુરત શહેરને લાગેવળગે છે ત્યાં સુધી વર્ષ દરમ્યાન માંડ 500 થી 600 જેટલી સંખ્યામાં મિલ્કતો હિન્દુઓની વિધર્મીઓને તબદીલ થતી હોય છે. પરંતુ સૂચિત ધારો લાખોની સંખ્યામાં વસતાં હિન્દુ બહુમતી પ્રજાને બાનમાં લે છે. અશાંતધારાની મંજૂરી લેવામાં 3 થી 5 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. આ મારી મિલ્કત છે. હું કોઇને પણ વેચી શકું એ સુનિશ્ચિત કરો. મૂળ સૂરતીઓમાં, ક્ષત્રિય, ગોલા (રાણા) ઘાંચી- મુસ્લિમ શહેરભરમાં એકમેકની આડોશપાડોશમાં રહેતાં એકમેકના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થતાં જનતાને આસામાજિક તાણાવાણા સામે કોઇ વાંધો નહોતો. પરંતુ નફરતની રાજનીતિએ તુચ્છ સત્તા મેળવવાની લાલચમાં અનેક ત્રાગડા રચ્યા છે.
સુરત     – અશોક મોદી      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top