Top News

More Posts

   The Latest

Most Popular

સાંભળવામાં આવ્યું છે કે ટપોરીઓ પાંચ- પાંચ હજારના ચપ્પુઓ રાખે છે. એનાથી પણ વધારે કિંમતના ચપ્પુઓ વેચાય છે અને બદમાશો, ટપોરીઓ, લુખ્ખાઓ અને અન્ય અસામાજિક તત્ત્વો, એવા ચપ્પુઓ પોતાની પાસે રાખે છે, જરાક કારણસર સામેની વ્યકિતને, એવા મોંઘા ચપ્પુઓ ધરબી દઈને મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સાઓ વ્યાપકપણે બનતા રહેતા હોય છે. ટપોરીઓની બાઈકને, બીજા કોઈ વાહન એટલામાં તો ચાલકની ગાડીનું પૈડુ અટકી જાય પેલા લુખ્ખાઓ ચપ્પુ વડે બસ આડેધડ ઘા મારીને ભાગી જતા હોય છે.

જાણે કે મોંઘા ચપ્પુ વડે અન્યનું સસ્તું લોહી વહેવડાવવામાં એમને જંગલી આનંદ આવતો હોય છે. આવા ચપ્પુ રાખનારાઓને પકડવાનું કામ પણ સરળ નથી હોતું. હવે જો પોલિસ ખાતું આવાં ચપ્પાંઓ ઉપર પાબંધી મૂકે તો કંઈક અંશે ચપ્પાબાજીઓ ઓછી થાય. ચપ્પા રાખનારાઓને શંકાને આધારે પોલિસ પકડે અને તાત્કાલિક ધોરણે જેલભેગા કરે તો, નજીવી બાબતે ચપ્પાઓથી થતી હત્યાઓ જરૂર ઘટે એમ રાજ્યના ગૃહ વિભાગને વિનંતી કરીએ છીએ કે ‘‘ચપ્પા પાબંધી’’ લાવો.
કતારગામ, સુરત- બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શુભ કાર્યો માટે શ્રેષ્ઠ
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતની પધરામણી. વસંત પંચમી તો પ્રકૃતિ-સુંદરીનું યૌવન છે. વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે. શ્રી એટલે શોભા-સૌંદર્ય- શુભ લક્ષ્મી વિગેરે. તેથી શ્રી પંચમીનો અર્થ યાદ સૌંદર્ય સમૃદ્ધિ-સંપન્ન શુભ પંચમી આ દિવસે કોઈ પણ સારાં કામ મુહૂર્ત જોયા વગર થાય છે. ખાસ કરીને ગૃહપ્રવેશ તથા સમૂહલગ્ન વધારે હોય છે. વસંત પંચમીથી વસંતઋતુ દરમિયાન ઉજવાતા વસંતોત્સવ દ્વારા આખરે વૃક્ષ વનસ્પતિઓની પૂજા દ્વારા માનવસૃષ્ટિને પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી કરવાનો પ્રયોગ અપાયો છે. પ્રકૃતિ-પૂજા તો છેક વેદકાળથી થતી આવી છે. એવી પૂજા આપણે નિરંતર કરતાં રહીએ તો પ્રકૃતિ દેવી પણ હંમેશા આપણા ઉપર પ્રસન્નતા વરસાવે. પાનખર પણ વસંત અને દુ:ખ પછી સુખ આવશે જ એવો આશાવાદ પણ હંમેશા રાખીએ.
મહેશ આઈ. ડોક્ટર          – સુરત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top