ફાયર કર્મી કલ્પેશ વાઘેલાની સમયસૂચકતાથી પરિવારના 5 સભ્યોનો બચાવ પ્રતિનિધી ગોધરા તા.18 ગોધરાના વાવડી બુઝર્ગમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકતા ફરજ પરથી પરત...
શુક્રવારે ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં, જેમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ મોટી જીત નોંધાવી. શાસક ગઠબંધને કુલ ૨૦૨...
પ્રતિનિધી ગોધરા તા.18 શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા કાપણી અને વહન કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે....
હાલમાં જ ગુજરાત બોર્ડ નિગમ કર્મચારીઓનું લઘુતમ પેન્શન 9000/- નક્કી કરાયું. પ્રશ્ન એ છે કે આ અંગે ભેદભાવ કેમ? એ સિવાય દેશનાં...
ભારત દેશના ન્યાયનો વિલંબ એટલે છે કે ફરિયાદી અને આરોપી બંનેનાં મૃત્યુ થયાં પછી પણ તેમને ન્યાય મળતો નથી. ભારતમાં ન્યાયપ્રક્રિયા મૂળથી...
ભારત દેશનો ઈતિહાસ જોઈએ તો મધ્ય એશિયામાંથી ભારત આવેલા મુઘલ કેટલાં હતાં? થોડાં હજાર, છતાં તેઓએ સદીઓ સુધી ભારત પર શાસન કર્યું.ભારત...
દરેક વ્યક્તિને કોઈપણ કામ કરવા માટે તત્પરતા હોવી જરૂરી છે. દરેક વ્યક્તિને મેળવવી છે સારી સરકારી નોકરી, પણ દરેક વ્યક્તિ માટે સરકારી...
મતદારોના મતોથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓ એટલે સાંસદ અને ધારાસભ્યો છે. આ બંનેની ફરજ પ્રજાના પ્રશ્નો, સમસ્યા સાંભળીને તેને ઉકેલવાની છે. ગુજરાત બસ...
અમેરિકામાં દોઢ મહિના જેટલા સમયથી સરકારી શટડાઉન ચાલી રહ્યું હતું, જેનો હાલમાં ગયા બુધવારે અંત આવ્યો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે સરકારી...
( પ્રતિનિધી )વડોદરા,તા.17 વડોદરા સહિત રાજ્યભરમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. મોડી રાત્રે અને વહેલી સવારે શરીર ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ...
નગરપાલિકા સભ્યોએ સ્ટીંગ ઓપરેશન કરી ખુલાસો કર્યો: હોદ્દેદાર દ્વારા વસૂલાત, વેપારીઓમાં આક્રોશ” વડોદરા: કરજણ નગરપાલિકાના પ્રમુખના પતિ સામે વેપારીઓ પાસેથી કટકી લેવાની...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ લાલુ પરિવારમાં મતભેદ એટલી હદે વધી ગયો કે રોહિણી આચાર્યને ઘર છોડવાની ફરજ પડી. તેમણે તેજસ્વી...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાંથી આતંકવાદી ઉમરના વધુ એક સાથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી હતી. એવો...
ડભોઈ: ડભોઈ નગર પાલિકાની ડ્રેનેજ શાખાના કર્મચારીઓ , ડ્રેનેજ સમિતિના ચેરમેન અને સુપરવાઈઝરો જાણે ફાટી ને આકાશે ગયા હોય એમ ડભોઇને નર્કાગાર...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે રશિયા સાથે વેપાર કરનાર કોઈપણ દેશને “ખૂબ જ કડક પ્રતિબંધો”નો સામનો કરવો પડશે. ટ્રમ્પે...
દાહોદ : બે દિવસ અગાઉ વહેલી સવારે સુખસર તાલુકાના ધાણીખૂંટ ગામે પિયરમાં જવાના મામલે પોતાના ત્રણ વર્ષીય વ્હાલસોયા પુત્રને સાથે લઈને ગામના...
ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે સાવલી : સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, તમાકુ, ડાંગર, દિવેલા, શાકભાજી, સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન થયું...
સોમવારે (17 નવેમ્બર, 2025), દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વધતા પ્રદૂષણ વચ્ચે બાંધકામ પ્રવૃત્તિઓ બંધ કરવાના મુદ્દા અંગે એક મોટો...
આરજેડીની બેઠકમાં તેજસ્વી યાદવને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સોમવારે (17 નવેમ્બર) તેજસ્વીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો...
છેલ્લાં કેટલાંક સમયમાં હાલતા ચાલતા અચાનક બેભાન થયા બાદ મૃત્યુના અનેક બનાવ બન્યા છે. આવો જ એક દુઃખદ બનાવ સુરતમાં બન્યો છે....
ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ પોતાનો પહેલો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ભારત અમેરિકા પાસેથી આશરે 2.2 મિલિયન ટન (MTPA)...
આજે સોમવારે આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે (ICT) બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ સજાથી...
સુરત: શિસ્તબદ્ધ મનાતા ભાજપમાં છેલ્લા થોડા સમયથી વધી રહેલું કાર્યકરો અને કોર્પોરેટરો તેમજ હોદ્દેદારો વચ્ચેનું ઘર્ષણ સૂચક છે. અગાઉ શહેર કાર્યાલય પર...
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન તથા તેમના પુત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા ખાનને બે પાન કાર્ડ કેસમાં રામપુરની...
ફટાકડાની દાણચોરીને રોકવા માટે એક ખાસ ઓપરેશન ફાયર ટ્રેલ હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી સફળતા મેળવી છે. અધિકારીઓએ રવિવારે...
સરકાર દ્વારા સંચાલિત આર્થિક સામાજીક પછાત વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં હલકી કવોલિટીનું ભોજન પીરસાયું :કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી જુદી કંપનીઓના...
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી ફરી એકવાર ચર્ચાના કેન્દ્ર બન્યા છે. તેમની આગમી ફિલ્મ ‘વારાણસી’ની પહેલી ઝલક હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક...
ભાવનગરના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ખાંભલાની પત્ની અને બે સંતાનોના હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુદ...
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવ્યા છે. ટ્રિબ્યુનલે તેમને મૃત્યુદંડની સજા ફટકારી છે. માનવતા...
પ્રતિનિધિ વડોદરા તા.17વડોદરાના તાંદલજાના વિસ્તારમાં આવેલા મહાબલીપુરમ ગેટ નંબર 2ના રોહાઉસના મકાનમાં પતિ દ્વારા પત્નીની ગળુ દબાવીને નિર્મમ રીતે હત્યા કરી હોવાનો...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ફાયર કર્મી કલ્પેશ વાઘેલાની સમયસૂચકતાથી પરિવારના 5 સભ્યોનો બચાવ
પ્રતિનિધી ગોધરા તા.18
ગોધરાના વાવડી બુઝર્ગમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકતા ફરજ પરથી પરત ફરતા ફાયર જવાને સમયસૂચકતા દાખવી મોટી દુર્ઘટના ટાળી પરિવારનો આબાદ બચાવ કર્યો હતો.
ગોધરા શહેરના દાહોદ હાઈવે પર આવેલા વાવડી બુઝર્ગના બાપુનગર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ હતી. જોકે, ફરજ પરથી પરત ફરી રહેલા ફાયર બ્રિગેડના જવાનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પરિવારના ચારથી પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
બનાવની વિગત એવી છે કે, બાપુનગરમાં રહેતા મુકેશગીરી રામગીરી ગોસ્વામીના ઘરે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા પરિવારજનોમાં નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી. આ સમયે ગોધરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ વાઘેલા પોતાની નોકરી પૂર્ણ કરી સંતરામપુર ઘરે જઈ રહ્યા હતા. પેટ્રોલ પંપ પાસે તેઓને આગની જાણ થતાં અને બૂમાબૂમ સાંભળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા.
કલ્પેશભાઈએ જોખમ ખેડીને પણ સળગતા સિલિન્ડરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી સિલિન્ડરને ઘરની બહાર કાઢ્યો હતો.