પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ જિલ્લામાં આવેલા મલિકપુર વિસ્તારમાં આજ રોજ શુક્રવારે સવારે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટતા...
મિસ મેક્સિકો ફાતિમા બોશે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતની મણિકા વિશ્વકર્મા ટોપ 12માં સ્થાન મેળવી શકી ન હતી પરંતુ તેના...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આજે તા. 21 નવેમ્બરની સાંજે ઉદયપુર પહોંચશે. જ્યાં તેઓ હાઈ-પ્રોફાઇલ શાહી લગ્નમાં હાજરી આપશે....
પ્રતિનિધિ વડોદરા તા.21વડોદરા જિલ્લાના ચણોદ ગામે રહેતા 20 વર્ષી યુવક કર્મકાંડી બ્રાહ્મણ એમએસ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરે છે. તેમને કોઈક ઠગે સોશિયલ...
ચાલુ વર્ષે અનરાધાર વરસાદના લીધે તાપી નદી સતત બે કાંઠે વહી હતી, જેના લીધે સુરતના એક માત્ર વિયર કમ કોઝવેની ઉપરથી પાણી...
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત કેપ્ટન શુભમન ગિલ હવે ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટમાંથી...
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર હાલમાં ક્રિકેટથી દૂર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)...
એવું કહેવાય છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પરંતુ સરકારને શિક્ષકોની કોઈ કિંમત નથી. સરકાર જાણે શિક્ષકોને અતિ સામાન્ય ગણે છે....
આજે શુક્રવારે સવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ પડોશી...
‘આજે પુત્ર દેવની સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી હતી, પણ કાળ પહેલા આવી પહોંચ્યો. ફાયર વિભાગે દરવાજા તોડીને તમામને બહાર કાઢી...
એક અતિ શ્રીમંત શેઠ ભગવાનના પરમ ભક્ત. દિલથી પ્રભુની સેવા કરે. દાન ધર્મ કરે અને પોતાનો વ્યાપાર નીતિથી સંભાળે… આ શ્રીમંત શેઠ...
છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં કૃત્રિમ બુદ્ધિમતા, જેને અંગ્રેજીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ) કહેવામાં આવે છે તેની ઘણી ચર્ચા છે. આ એઆઇના લાભ અને ગેરલાભ...
પાછલા એક વર્ષમાં થયેલ વિધાનસભા ચૂંટણીઓમાં લગભગ બધે જ સત્તા પક્ષને જ પાછી સત્તા મળી છે. મોટા ભાગનાં રાજ્યોમાં મહિલાઓ માટે જાહેર...
ઉચ્ચ શિક્ષણમાં ડિસેમ્બર પૂરો થવા આવ્યો પણ, પરીક્ષાઓ પૂરી થવાનું નામ નથી લેતી. સમાચારોમાં શિક્ષણ શોધો તો મેડીકલમાં હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલ્યા...
અભિગમ એટલે ઉપદેશ સાંભળવાથી થતું જ્ઞાન, વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ- એપ્રોચ અને સામે જઈને કરવામાં આવતો સત્કાર. માનવજીવનમાં તકલીફ તો આવવાની. વિકટ સંજોગો...
સંસ્કૃતની એક સુભાષિતનો ભાવાર્થ કંઇક એવો થાય છે કે દરેક વસ્તુ કામની હોય છે, માત્ર એને કઇ રીતે કામમાં લેવી એની આવડત...
બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારો પ્રભાવક પુરવાર થઈ છે. મહારાષ્ટ્રમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે લાડલી બહીન યોજના એ...
એક તરફ માનવ વસ્તી વધતી જાય છે, તેના નિયંત્રણ માટે કોઈ નિયમો હાલ બનાવ્યા નથી પરંતુ વાહનોની દર વર્ષે વધતી જતી સંખ્યાના...
અખબારી સમાચાર મુજબ રોજ ડુપ્લીકેટ પનીર પકડાતુ રહે છે. સવાલ એ થાય છે કે પનીરનું જેટલું ઉત્પાદન થાય છે તેનાથી વધુ વપરાશ...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મોટી જીત મેળવી તેના પગલે નીતીશ કુમારે દસમી વખત...
ઝડપાયું કૌભાંડ: સ્ટીકરવાળા જૂના ડબ્બામાં અખાદ્ય તેલ પધરાવવાનો ગોરખધંધો ખુલ્લો પડ્યોસબ સલામત? ફૂડ સેફ્ટી વિભાગે કડક કાર્યવાહીને બદલે નોટિસ આપી સંતોષ માનતા...
પ્રેક્ટીકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સંચાલન નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા શાળાઓને નિર્દેશ : ધોરણ 10-12 ની પ્રેક્ટીકલ પરીક્ષામાં માર્કસ ભરવામાં ભૂલ થશે...
સુરત: સાયબર ક્રાઈમ ડિજિટલ અરેસ્ટની એક ઘટનામાં સુરતનાં સાયબર ક્રાઈમ વિભાગનાં ડીસીપી બિશાખા જૈનનાં આદેશથી પી.આઈ. આર.આર.દેસાઈની ટીમે સતર્કતા દાખવતા ભોગ બનનાર...
હાલોલ વડોદરા રોડ પરની ઘટના વાઘોડિયા: વડોદરાના અનગઢના યુવરાજસિંહ તથા કુટુંબી ભાઈ ઈન્દ્રજીતસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ તથા કાકા સંજયસિંહ પુજાભાઈ ગોહીલ છોટાઉદેપુરના તેજગઢ...
પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી : ABVPનો વિરોધઅસરકારક સુધારા કરવામાં નહીં આવે તો કડક આંદોલનાત્મક પગલાં લેવા મજબૂર થશે : ( પ્રતિનિધી...
જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓની શંકાના આધારે જમ્મુમાં સ્થિત કાશ્મીર ટાઈમ્સના કાર્યાલય પર દરોડો પાડ્યો છે. દરોડા...
બિહાર વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી પંચે જાહેર કરેલા નવા ડેટાએ ચોંકાવનારું ચિત્ર મૂક્યું છે. ઘણી બેઠકો પર જીત અને હારનો તફાવત બહુ...
બિહારમાં ફરી એકવાર રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ની સરકાર રચાઈ છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પટનાના ગાંધી મેદાનમાં નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના...
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલો પર સંમતિ આપવા માટે સમયમર્યાદા નક્કી કરવાના મુદ્દા પર લાંબી સુનાવણી બાદ આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો....
વડોદરા તા.20ગોત્રી વિસ્તારમાં આવેલી ગૃહમંત્રી આવાસના મકાનમાં રહેતી ઠગ મહિલાએ દંપતીને પોલીસ તથા રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.7 લાખ તથા ત્રણ મહિલાઓને...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ જિલ્લામાં આવેલા મલિકપુર વિસ્તારમાં આજ રોજ શુક્રવારે સવારે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટતા જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરી સાથે નજીકની અન્ય ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ આ ફેક્ટરી ફૈસલાબાદ લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર છે અને આ વિસ્તાર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. આ દુર્ઘટનાએ આખા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની થતાં જ બચાવ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી અને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ સાતથી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર રાજા જહાંગીર અનવરે જણાવ્યું કે ફેક્ટરીના બોઇલરમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે એકથી વધુ ઇમારતો ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જેને કારણે બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે.
પંજાબ પોલીસના મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે તમામ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે નિર્દેશ આપ્યો છે. જેથી બચાવ કામગીરીમાં ઝડપ લાવી શકાય. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. તેમણે ફૈસલાબાદ કમિશનર પાસેથી આ દુર્ઘટના અંગે વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે.
આ દુર્ઘટનાએ ફરી એક વાર ઔદ્યોગિક સુરક્ષા અને ફેક્ટરીઓમાં બોઇલરની નિયમિત ચકાસણી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.